For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલપીજી લીક થવા પર તાત્કાલિક લો આ પગલાં, નાની લાપરવાહીથી જઈ શકે છે જીવ

ભારતના પરિવારનોમાં રસોઈ બનાવવા માટે મોટા ભાગે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે. કેટલીકવાર ગેસ લીક થવાના સમાચાર પણ સામે આવતા રહે છે.

|
Google Oneindia Gujarati News

ભારતના પરિવારનોમાં રસોઈ બનાવવા માટે મોટા ભાગે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે. કેટલીકવાર ગેસ લીક થવાના સમાચાર પણ સામે આવતા રહે છે. જો ગેસ સિલિન્ડરનો ઉપયોગ ધ્યાનથી ન કરવામાં આવે તો નાની ચૂકથી પણ મોટી દુર્ઘટના બની શકે છે. તમારી સાથે આવું કંઈ ન થાય તે માટે અમે તમને જણાવીશું કે ગેસ લીકની સ્થિતિમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ.

આ સાવધાની રાખો

આ સાવધાની રાખો

સામાન્ય રીતે ગેસ કનેક્શન લીધા બાદ સંબંધિત ગેસ એજન્સીના લોકો ગ્રાહકોને શું ધ્યાન રાખવું તેની માહિતી આપતા જ હોય છે. તેમને ફક્ત કૂકિંગની જ જવાબદારી નથી હોતી, પરંતુ આ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી મુશ્કેલ સ્થિતિમાં બચી શકાય.

સમથળ જમીન પર રાખો સિલિન્ડર

સમથળ જમીન પર રાખો સિલિન્ડર

સિલિન્ડર હંમેશા જમીન પર સીધી સ્થિતિમાં રાખો અને ગેસ સ્ટવર હંમેશા સિલિન્ડર કરતા ઉંચા પ્લેટફોર્મ પર રાખો. ધ્યાન રાખો કે બારી અથવા દરવાજાના પડદા ગેસની નજીક ન હોય. આવું હશે તો સિલિન્ડર લીક થવા પર આગ લાગવાની શક્યતા વધી જાય છે. રસોડામાં રબર, શણ, ચટાઈ જેવી વસ્તુઓ ન રાખો, આ વસ્તુઓ ઝડપથી સળગી જાય છે.

આ વાતોનું રાખો ધ્યાન

આ વાતોનું રાખો ધ્યાન

- ગેસની સ્મેલ આવો તો સૌથી પહેલા જાતનો શાંત કરો.

- ભૂલથી પણ રસોડામાં કે ઘરમાં ઈલેક્ટ્રિક સ્વિચ અથવા ઈલેક્ટ્રિક વસ્તુ ઓન ન કરો

- ઘરના બારી-બારણા ખોલી નાખો.

- ગેસને બહાર કાઢવા પંખો ન ચલાવો

- રેગ્યુલેટર બંધ કર્યા બાદ પણ ગેસ લીક થાય તો તે કાઢીને સેફ્ટી કેપ લગાવી દો.

- જો દીવો કે અગરબત્તી ચાલુ હોય તો બુઝાવી દો.

- ડીલરનો સંપર્ક કરીને સ્થિતિ અંગે જાણ કરો, જેથી તે ઝડપથી તમારા સુધી પહોંચી શકે.

- ગેસને કારણે આંખોમાં બળતરા થાય તો તેને ચોળવાના બદલે ઠંડા પાણીથી ધુઓ.

- મોઢા પર કપડું બાંધ રાખો જેથી શ્વાસમં ગેસ ન જાય, નહીં તો મુશ્કેલી થઈ શકે છે.

- બાળકોનું ખાસ ધ્યાન રાખો, તેમને સાથે રાખો. અને ખાસ તો સ્વિચથી દૂર રહેવા કહો.

રેગ્યુલેટર નોબ ઓફ રાખો

રેગ્યુલેટર નોબ ઓફ રાખો

ગેસનો ઉપયોગ ન થાય ત્યારે રેગ્યુલેટર ઓફ રાખો. જ્યારે વેકેશન પર જતા હો અથવા રાત્રે સૂતા સમયે ખાસ બંધ રાખો.

જો આગ લાગી જાય તો

જો આગ લાગી જાય તો

ગેસ લીક થવાને કારણે જો સિલિન્ડરમાં આગ લાગી જાય તો એક ચાદર કે ટુવાલ ભીનો કરીને તેને સિલિન્ડર પર લપેટી લો. તેનાથી આગ ઓલવાઈ જશે અને દુર્ઘટના ટળશે.

આ પણ વાંચો: 9 સરકારી બેંકોના બંધ થવાના સમાચાર પર RBI એ મોટી માહિતી આપી

English summary
how to stay safe in case of an lpg cylinder gas leak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X