For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ભારે ઘટાડો, જાણો કેટલામાં મળશે

ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સંકટ વચ્ચે આખો દેશ આર્થિક મંદીની માર ઝેલી રહ્યો છે. આની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર થઈ છે. એવામાં એક રાહત આપનાર સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 162.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આખા દેશમાં તમામ કંપનીઓના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો છે. નવી કિંમતે લાગુ થયા બાદ દિલ્લીમાં 14.2 કિલોગ્રામનો સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત 144 રૂપિયા ઘટાડીને 581 રૂપિયા કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો આજથી લાગુ થઈ છે.

તમામ શહેરોમાં શું છે કિંમત

તમામ શહેરોમાં શું છે કિંમત

મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો તે 714.50 રૂપિયાથી ઘટીને 579 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં સિલિન્ડરના ભાવમાં 190 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સિલિન્ડરની કિંમત 584.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં પ્રતિ ગેસ સિલિન્ડરના ભાવ 569.50 રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં દર મહિનાની પહેલી તારીખે સુધારો કરવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં સતત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ પહેલા ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો કરવામાં આવ્યો હતો.

20% વધુ વેચાણ

20% વધુ વેચાણ

ભારતમાં કોરોના વાયરસના કારણે 25 માર્ચછી લૉકડાઉન છે જેના કારણે લોકોએ મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર બુક કરાવ્યા અને સાવચેતી તરીકે વધુ સ્ટૉક ખરીદ્યો. તમામ રિટેલર્સ આ અપીલ કરીને કહી રહ્યા છે કે ગેસની કોઈ કમી નથી તેમછતાં લોકોએ ખરીદી ચાલુ રાખી. ભારતની સૌથી મોટા ઈંધણ રિટેલર કંપની ઈન્ડિયન ઓઞલ કૉર્પોરેશન લિમિટેડે કહ્યુ કે એપ્રિલ મહિનામાં 20 ટકાનુ વધુ વેચાણ થયુ છે.

કેવી રીતે થાય છે ગેસના ભાવમાં ફેરફાર

કેવી રીતે થાય છે ગેસના ભાવમાં ફેરફાર

ભારતમાં ગેસની કિંમતોમાં બે કારણે ફેરફાર થાય છે. પહેલા આંતરરાષ્ટ્રીય બજારોમાં આની કિંમતોમાં ફેરફાર અને બીજુ યુએસ ડૉલરની તુલનામાં ભારતીય મુદ્રાની કિંમતોમાં ફેરફાર. આખા દેશમાં ઘરેલુ એલપીજી ગેસ માર્કેટના ભાવ પૂરા પાડવામાં આવે છે. દરેકને પ્રતિ વર્ષ સબસિડીવાળા 12 સિલિન્ડર આપવામાં આવે છે. સબસિડીના સીધા ગ્રાહકોના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. લૉકડાઉન લાગુ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી જે હેઠળ દેશમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ રજિસ્ટર્ડ દેશના 8 કરોડ ગ્રાહકોને 3 એલપીજી ગેસ સિલિન્ડર આપવાનુ એલાન કર્યુ હતુ. આ ત્રણ ગેસ સિલિન્ડર આ વર્ષે એપ્રિલ મહિનાના આગલા વર્ષે જૂન મહિના સુધી આપવામાં આવશે.

English summary
Huge price drop in domestic LPG gas cylinder know the latest rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X