For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બે બેન્કોએ MCLR રેટમાં ઘટાડો કર્યો છે

ખાનગી ક્ષેત્રની (the private sector) બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક આઇસીઆઇસીઆઈ બેન્ક (icici bank) એ એમસીએલઆર દરો (MCLR Rate) માં 5 બેસિસ પોઇન્ટ (basic point) ઘટાડ્યા છે.

|
Google Oneindia Gujarati News

ખાનગી ક્ષેત્રની (the private sector) બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક આઇસીઆઇસીઆઈ બેન્ક (icici bank) એ એમસીએલઆર દરો (MCLR Rate) માં 5 બેસિસ પોઇન્ટ (basic point) ઘટાડ્યા છે. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેન્ક (kotak mahindra bank) એ એમસીએલઆરમાં 10 બેસિસ પોઈન્ટ ઘટાડ્યા છે. એ વાતથી અવગત કરાવી દઈએ કે નવા દર 1 એપ્રિલથી અમલમાં આવી ગયા છે.

ICICI Bank

આઈસીઆઈસીઆઈ બેન્કની વેબસાઇટ મુજબ, એક મહિનાના સમયગાળા માટે એમસીએલઆર 8.50 ટકા, બે મહિનાના સમયગાળા માટે 8.55 ટકા, 6 મહિનાના સમયગાળા માટે 8.7 ટકા અને એક વર્ષના સમયગાળા માટે 8.75 ટકા કરવામાં આવ્યો છે. એમસીએલઆરમાં આ ફેરફાર 1 લી એપ્રિલથી અમલમાં આવ્યો છે.

બીજી તરફ, કોટક મહિન્દ્રા બેન્કે પણ એમસીએલઆર રેટમાં 10 બેસિસ પોઇન્ટ ઘટાડો કર્યો છે. બેન્કમાં એમસીએલઆ હવે એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 8.9 ટકા થયો છે. બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 5 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ, અન્ય સમયગાળા માટે બેન્કે એમસીએલઆરમાં 5 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો.

4 એપ્રિલે પૉલિસી ડિસીજનની ઘોષણા

આ કપાત રિઝર્વ બેન્કની 2 એપ્રિલના રોજ નાણાકીય વર્ષની પ્રથમ માસિક નાણાકીય Monetary Policy Committee ની મીટિંગની શરૂઆત સાથે કરવામાં આવી છે. એમપીસી (Monetary Policy Committee) 4 એપ્રિલે તેની પોલીસીના નિર્ણયની જાહેરાત કરશે. અગાઉ, એમપીસીએ ફેબ્રુઆરી, 2018 માં માર્કેટમાં પૉલિસી રેટ 0.25% ઘટાડીને 6.25% કર્યો હતો. એવી ધારણા છે કે એપ્રિલ નીતિમાં પણ 0.25 ટકાનો ઘટાડો જોવા મળશે.

English summary
ICICI Bank Has Cut The MCLR By 0.05 Percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X