For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! ATM મશીનમાં થયો મોટો બદલાવ, ખરાબ થઈ શકે તમારું ચિપવાળું ડેબિટકાર્ડ

સાવધાન! ATM મશીનમાં થયો મોટો બદલાવ, ખરાબ થઈ શકે તમારું કાર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે પણ ઈએમવી ચિપવાળા ડેબિટ કાર્ડનો ઉપયોગ કી રહ્યા હોવ તો આ ખાસ અહેવાલ પર નજર જરૂર ફેરવો. તમારી નાની એવી ભૂલ તમારા એઈએમવી ચિપવાળા એટીએમ કાર્ડને ખરાબ કરી શકે છે. આરબીઆઈના નિર્દેશ બાદ બેંકોએ મેન્ગેનિટ સ્ટ્રાઈપવાળા ડેબિટકાર્ડની જગ્યાએ ઈએમવી ચિપવાળા કાર્ડ રજૂ કર્યાં. આ કાર્ડને વધુ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમારી નાની એવી ભૂલ તમારા આ કાર્ડને ખરાબ કરી શકે છે.

ATMમાં થયો બદલાવ

ATMમાં થયો બદલાવ

આરબીઆઈએ જૂના નેગ્નેટિક સ્ટ્રાઈપવાળા એટીએમ કાર્ડની જગ્યાએ ઈએમવી ચિપવાળા કાર્ડ ફરજિયાત કરાયાં છે. જે બાદ ઈએમવી ડેબિટ કાર્ડને પગલે જૂના એટીએમ મશિનને અપડેટ કરવામાં આવી રહ્યા છે. નવા બદલાવ બાદ એટીએમ મશીન તમારું કાર્ડ નાખ્યાના તુરંત બાદ ન કાઢી શકાય. થોડી સેકન્ડ્સ માટે તમારું ચિપવાળું કાર્ડ એટીએમ મશીનમાં લોક થઈ જાય છે.

આ ભૂલ ન કરવી

આ ભૂલ ન કરવી

બેંકોએ એટીએમ મશીનમાં કરવામાં આવેલ બદલાવને લઈને મશીનની સ્ક્રીન પર મેસેજ આપવાનું પણ શરૂ કર્યું છે. જ્યારે તમે મશીનથી ચિપકાર્ડથી પૈસા ઉપાડવા માટે ઈનસર્ટ કરો છો તો એટીએમની સ્ક્રીન પર 'Do Not Remove Your Card' લખેલ આવે છે. જેનો મતલબ કે થોડા સમય માટે તમારું કાર્ડ એટીએમમાં લૉક છે. જે બાદ ડિટેઈલ ભરીને તમે રકમ ઉઠાવી શકો છો. બેંકે એટીએમ કાર્ડની સુરક્ષા અને લેણ-દેણને સુરક્ષિત બનાવવા માટે કેટલાક બદલાવ કર્યા છે. આ સિક્યોરિટીને પગલે કેટલીક સેકન્ડ્સ માટે તમારું કાર્ડ મશીનમાં લૉક થઈ જાય છે.

આ સાવધાની રાખવી

આ સાવધાની રાખવી

એટીએમ મશીનમાં કરવામાં આવેલ આ જાણકારીના અભાવમાં મશીનથી જબરદસ્તી કાર્ડ કાઢવાની કોશિશ કરશો તો તમારું કાર્ડ ખરાબ થઈ જશે. જો તમે એટીએમ મશીનથી તમારું કાર્ડ ખેંચવાની કોશિશ કરો છો તો તમારું કાર્ડ ખરાબ થઈ શકે છે. જબરદસ્તીથી ખેંચશો તો એટીએમ કાર્ડમાં લાગેલ ચિપ ડેમેજ થઈ શકે છે. જણાવી દઈએ કે તમારું કાર્ડ જે સમયે મશીનમાં લૉક થઈ જાય ચે તે દરમિયાન મશીન તમારા કાર્ડને પણ રીડ કરે છે. ચિપમાં ઈનક્રિપ્ટેડ તમારી જાણકારી રીડ કરે છે. એવામાં હડબડી કરીને તમે તમારું કાર્ડ ખરાબ કરી શકો છો.

IRCTC કૌભાંડઃ પટિયાલા હાઉસ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને આપી રાહત, સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટળીIRCTC કૌભાંડઃ પટિયાલા હાઉસ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને આપી રાહત, સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટળી

English summary
If you have been to an ATM during the past couple of weeks, you might have noticed that something has changed. Some of you might have had your ATM cards fixed in the card slot till the transaction is complete.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X