For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્શ્યોરન્સ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન નથી; જાણો શા માટે?

|
Google Oneindia Gujarati News

ઇન્શ્યોરન્સની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ સજાગ થઇ જાય છે. મીઠાબોલા ઇન્શ્યોરન્સ એજન્ટની વાત ધ્યાનથી સાંભળે છે. અનેકવાર આ એજન્ટ્સ વ્યક્તિના જોખમ સામે વીમો લેવાને બદલે રોકાણના વિકલ્પ તરીકે વીમો લેવા માટે સમજાવે છે. આમાં તેમનો કોઇ વાંક પણ નથી. તેઓ આપણેને એજ વેચે છે જે આપણે ખરીદવા માંગીએ છીએ. પણ અહીં વિચારવાની બાબત એ છે કે શું ખરેખર વીમો એટલે કે ઇન્શ્યોરન્સ એ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટને લાયક છે? આ અંગે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટના એક્સપર્ટનું શું કહેવું છે તે જાણવા યોગ્ય છે. તેના આધારે વ્યક્તિએ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં તેનો નિર્ણય લેવો જોઇએ...

ઇન્શ્યોરન્સનો મૂળ હેતુ સમજો

ઇન્શ્યોરન્સનો મૂળ હેતુ સમજો

વીમાનો મૂળ હેતુ જોખમ અને મૃત્યુ જેવા ગંભીર જોખમના સમયે આર્થિક સંકટમાંથી રક્ષણ આપવાનો છે. આ કારણે જ વીમા પોલિસી વ્યક્તિના મૃત્યુ બાદ તેની ગેરહાજરીમાં વ્યક્તિ પર નિર્ભર લોકોને રક્ષણ આપે છે. જેના કારણે વ્યક્તિના મૃત્યુ બાદ જો આવક અટકી જાય તો પણ પરિવારનું ભરણ પોષણ થઇ શકે તેટલી રકમ વીમાદારને મળે છે.

મુંજવણ ઉભી થાય છે

મુંજવણ ઉભી થાય છે

સામાન્ય રીતે વીમા પોલિસી ખરીદનાર વ્યક્તિ જેટલી રકમનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે મુજબ તેનું વાર્ષિક પ્રીમિયમ ભરે છે. વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના કુટુંબને પોલિસી મુજબના નાણા મળે છે. આ તબક્કા સુધી કોઇ જ મુંઝવણ હોતી નથી. ખરી મુંઝવણ ત્યારે ઉભી થાય છે જ્યારે વ્યક્તિ જોખમ સામે રક્ષણ મેળવવાને બદલે રોકાણ કરવા માટે વીમા પોલિસી ખરીદવાનો વિચાર કરે છે.

ઇન્શ્યોરન્સ V/S ઇન્વેસ્ટમેન્ટ

ઇન્શ્યોરન્સ V/S ઇન્વેસ્ટમેન્ટ

વીમા પોલિસીમાં આર્થિક સુરક્ષાનો જે હેતુ છે તે મૃત્યુ બાદ કુટુંબને લાભ આપવાનો છે. જો કે વર્તમાનમાં સ્થિતિ એ છે તે મોટા ભાગના પોલિસી ખરીદદારો જોખમ સામે સુરક્ષાને બદલે વીમા પોલિસીમાં રોકાણ કરવાથી લાભ થાય છે તેવા હેતુથી તેની ખરીદી કરે છે. વાસ્તવમાં જ્યારે વ્યક્તિ વીમા પોલિસીમાં દર્શાવેલી ટર્મ્સ અને કન્ડિશન્સ મુજબ ચોક્કસ વર્ષો જેમ કે 20 વર્ષ દરમિયાન મૃત્યુ નથી પામતી ત્યારે તેના હાથમાં કોઇ પ્રકારનો લાભ આવતો નતી. તેણે 10 વર્ષ કે 20 વર્ષ સુધી જે પ્રીમિયમ ભર્યું તે હાથમાંથી ગયું.

રોકાણ તરીકે વીમા પોલિસી મોંઘો વિકલ્પ

રોકાણ તરીકે વીમા પોલિસી મોંઘો વિકલ્પ

રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો મોટા ભાગની વીમા પોલિસી ખર્ચાળ વિકલ્પ પુરવાર થાય છે. ચોક્કસ વર્ષ જેમ કે 20 વર્ષ બાદ તમને ચોક્કસ લાભ મળશે તેવા વિકલ્પ આપતી પોલિસીનું પ્રીમિયમ વધારે હોય છે. સાથે તમે આ 20 વર્ષોમાં જે પ્રિમિયમ ભરીને જે રોકાણ કર્યું તેટલું રોકાણ અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કર્યું હોય તો વીમાની સરખામણીમાં વધારે લાભ મળે છે.

રોકાણ પર વળતરની ગણતરી

રોકાણ પર વળતરની ગણતરી

કોઇ પણ રોકાણકાર માટે સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેણે કરેલા રોકાણ પર મળતું વળતર યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં. કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે સરેરાશ 12 ટકા જેટલું વળતર આપે છે. જો જોખમ કવર કરવાની જરૂર ના હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ ના કરવું હોય તો પીપીએફ તમને રોકાણ પર લાભ આપે છે. પીપીએફમાં તમને ટેક્સ ફ્રી 8.6 ટકા વ્યાજ મળે છે. નજીકની કોઇ પણ બેંકમાં તમને સામાન્ય રીતે 8 ટકા જેટલું વ્યાજ મળી રહેશે.

વીમા પોલિસી રોકાણ માટે નથી

વીમા પોલિસી રોકાણ માટે નથી

વ્યવસ્થિત ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે જો તમે માત્ર અને માત્ર રોકાણના હેતુથી વીમા પોલિસી ખરીદી રહ્યા હોવ તો તમે ખોટો વિકલ્પ પસંદ કરી રહ્યા છો. માર્કેટમાં રોકાણ માટે અનેક યોજનાઓ અને વિકલ્પો છે જે તમને વીમા પોલિસીની સરખામણીએ અનેકગણો વધારે લાભ આપી શકે છે. આ કારણે રોકાણ કરતા પહેલા બે વાર વિચારો અને પછી રોકાણ કરવું સલાહભર્યું છે.

ઇન્શ્યોરન્સનો મૂળ હેતુ સમજો
વીમાનો મૂળ હેતુ જોખમ અને મૃત્યુ જેવા ગંભીર જોખમના સમયે આર્થિક સંકટમાંથી રક્ષણ આપવાનો છે. આ કારણે જ વીમા પોલિસી વ્યક્તિના મૃત્યુ બાદ તેની ગેરહાજરીમાં વ્યક્તિ પર નિર્ભર લોકોને રક્ષણ આપે છે. જેના કારણે વ્યક્તિના મૃત્યુ બાદ જો આવક અટકી જાય તો પણ પરિવારનું ભરણ પોષણ થઇ શકે તેટલી રકમ વીમાદારને મળે છે.

મુંજવણ ક્યારે ઉભી થાય
સામાન્ય રીતે વીમા પોલિસી ખરીદનાર વ્યક્તિ જેટલી રકમનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે મુજબ તેનું વાર્ષિક પ્રીમિયમ ભરે છે. વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના કુટુંબને પોલિસી મુજબના નાણા મળે છે. આ તબક્કા સુધી કોઇ જ મુંઝવણ હોતી નથી. ખરી મુંઝવણ ત્યારે ઉભી થાય છે જ્યારે વ્યક્તિ જોખમ સામે રક્ષણ મેળવવાને બદલે રોકાણ કરવા માટે વીમા પોલિસી ખરીદવાનો વિચાર કરે છે.

ઇન્શ્યોરન્સ V/S ઇન્વેસ્ટમેન્ટ
વીમા પોલિસીમાં આર્થિક સુરક્ષાનો જે હેતુ છે તે મૃત્યુ બાદ કુટુંબને લાભ આપવાનો છે. જો કે વર્તમાનમાં સ્થિતિ એ છે તે મોટા ભાગના પોલિસી ખરીદદારો જોખમ સામે સુરક્ષાને બદલે વીમા પોલિસીમાં રોકાણ કરવાથી લાભ થાય છે તેવા હેતુથી તેની ખરીદી કરે છે. વાસ્તવમાં જ્યારે વ્યક્તિ વીમા પોલિસીમાં દર્શાવેલી ટર્મ્સ અને કન્ડિશન્સ મુજબ ચોક્કસ વર્ષો જેમ કે 20 વર્ષ દરમિયાન મૃત્યુ નથી પામતી ત્યારે તેના હાથમાં કોઇ પ્રકારનો લાભ આવતો નતી. તેણે 10 વર્ષ કે 20 વર્ષ સુધી જે પ્રીમિયમ ભર્યું તે હાથમાંથી ગયું.

રોકાણ તરીકે વીમા પોલિસી મોંઘો વિકલ્પ
રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો મોટા ભાગની વીમા પોલિસી ખર્ચાળ વિકલ્પ પુરવાર થાય છે. ચોક્કસ વર્ષ જેમ કે 20 વર્ષ બાદ તમને ચોક્કસ લાભ મળશે તેવા વિકલ્પ આપતી પોલિસીનું પ્રીમિયમ વધારે હોય છે. સાથે તમે આ 20 વર્ષોમાં જે પ્રિમિયમ ભરીને જે રોકાણ કર્યું તેટલું રોકાણ અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કર્યું હોય તો વીમાની સરખામણીમાં વધારે લાભ મળે છે.

વળતરની ગણતરી
કોઇ પણ રોકાણકાર માટે સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેણે કરેલા રોકાણ પર મળતું વળતર યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં. કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે સરેરાશ 12 ટકા જેટલું વળતર આપે છે. જો જોખમ કવર કરવાની જરૂર ના હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ ના કરવું હોય તો પીપીએફ તમને રોકાણ પર લાભ આપે છે. પીપીએફમાં તમને ટેક્સ ફ્રી 8.6 ટકા વ્યાજ મળે છે. નજીકની કોઇ પણ બેંકમાં તમને સામાન્ય રીતે 8 ટકા જેટલું વ્યાજ મળી રહેશે.

વીમા પોલિસી રોકાણ માટે નથી
વ્યવસ્થિત ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે જો તમે માત્ર અને માત્ર રોકાણના હેતુથી વીમા પોલિસી ખરીદી રહ્યા હોવ તો તમે ખોટો વિકલ્પ પસંદ કરી રહ્યા છો. માર્કેટમાં રોકાણ માટે અનેક યોજનાઓ અને વિકલ્પો છે જે તમને વીમા પોલિસીની સરખામણીએ અનેકગણો વધારે લાભ આપી શકે છે. આ કારણે રોકાણ કરતા પહેલા બે વાર વિચારો અને પછી રોકાણ કરવું સલાહભર્યું છે.

English summary
Ignore anyone who tells you ‘insurance is an investment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X