For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIFL Wealth Hurun India Rich List 2021: દેશના અમીરોની યાદી કરાઈ જાહેર, જાણો કોણ છે શામેલ

આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021(IIFL Wealth Hurun India Rich List 2021) આવી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021(IIFL Wealth Hurun India Rich List 2021) આવી ગયુ છે. દેશના અમીરોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત દસમાં વર્ષે ટૉપ પર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા નંબરે છે જ્યારે ચાર ચહેરા એવા છે જે પહેલી વાર ટૉપ ટેનમાં પહોંચ્યા છે જેમાં લક્ષ્મી મિત્તલ, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી અને જય ચૌધરી શામેલ છે.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં પહેલા સ્થાને છે. તેઓ છેલ્લા 10 વર્ષથી આ યાદીમાં પહેલા સ્થાને છે. અંબાણી અને તેમના પરિવાર પાસે 7,18,000 કરોજની સંપત્તિ છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં 10 ટકાનો વધારો થયો છે. રિલાયન્સના રિટેલ અને ટેલિકૉમ બિઝનેસમાં તેજીના કારણે અંબાણી પરિવારની સંપત્તિમાં વધારો થયો છે. મુકેશ અંબાણી ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીર છે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

આ યાદીમાં બીજા નંબરે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી છે. એક વર્ષ પહેલા તેમની સંપત્તિ 1,40,200 કરોડ રૂપિયા હતી જે વધીને આ વર્ષે 5,05,900 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 59 વર્ષના અદાણી એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ આ યાદીમાં બે સ્થાન ઉપર આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં 261 ટકાનો વધારો થયો છે.

શિવ નાડર

શિવ નાડર

આઈટી કંપની એચસીએલના શિવ નાદર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ 2,36,600 કરોડ રૂપિયા છે. IIFL Wealth Hurun India Rich List 2021 મુજબ તેમણે ગયા એક વર્ષમાં રોજના 260 કરોડ રૂપિયા કમાયા છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થમાં 67 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે શિવ નાદરની દીકરી રશ્મિ નાડર મલ્હોત્રા કંપનીની ચેરપર્સન નિયુક્ત કરવામાં આવી હતી. શિવ નાડર કમ્પ્યુટિંગ અને આઈટી ઈન્ડસ્ટ્રીનુ જાણીતુ નામ છે 1976માં તેમણે HCL Group શરુ કર્યુ હતુ. તેને દેશનુ પહેલુ સ્ટાર્ટ અપ માનવામાં આવે છે.

એસપી હિંદુજા

એસપી હિંદુજા

હિંદુજા ગ્રુપના એસપી હિંદુજા પરિવાર પાસે 2,20,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગયા વર્ષે એક વર્ષમાં તેમની સંપત્તિ 53 ટકા વધી છે. ગયા વર્ષની સરખામણીમાં તેમનુ રેંકિંગ 2 સ્થાન નીચે આવી ગયુ છે. ગયા એક વર્ષ દરમિયાન તેમણે રોજના 209 કરોડ રૂપિયા કમાયા છે. 85 વર્ષના એસપી હિંદુજા લંડનમાં રહે છે.

લક્ષ્મી મિત્તલ

લક્ષ્મી મિત્તલ

આ યાદીમાં આર્સેલરમિત્તલના લક્ષ્મી મિત્તલ પાંચમાં સ્થાને છે. લંડનના વેપારી લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવારની સંપત્તિમામં છેલ્લા એક વર્ષમાં 187 ટકાનો વધારો થયો છે. આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી નારાયણ મિત્તલની સંપત્તિ હવે 1,74,400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા એક વર્ષણાં તેમણે રોજના 312 કરોડ રૂપિયા કમાયા છે. તેઓ પહેલી વાર આ યાદીમાં ટૉપ 10માં પહોંચ્યા છે.

સાયરસ પૂનાવાલા

સાયરસ પૂનાવાલા

આ યાદીમાં સાયરસ પૂનાવાલા છઠ્ઠા નંબરે છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા, પૂણેના સાયરસ પૂનાવાલા અને તેમના પરિવારે છેલ્લા 1 વર્ષમાં 190 કરોડ રૂપિયા કમાયા છે અને આ દરમિયાન તેમની સંપત્તિ 74 કરોડ વધીને 1,63,700 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેમની કંપની કોરોના મહામારીની વેક્સીન કોવીશીલ્ડ બનાવી રહી છે. તેનાથી તેમના નેટવર્થમાં ઘણા ઉછાળો આવ્યો છે. સાયરસ પૂનાવાલા ગયા વર્ષે પણ છઠ્ઠા નંબરે હતા.

રાધાકિશન દમાની

રાધાકિશન દમાની

IIFL Wealth Hurun India Rich List 2021માં ડીમાર્ટ ચલાવતી કંપની એવન્યુ સુપરમાર્ટસના ફાઉન્ડર અને દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દમાની સાતમાં નંબરે છે. દમાની અને તેમના પરિવારની સંપત્તિ 1,54,300 કરોડ રૂપિયા છે. ગયા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 77 ટકાનો વધારો આવ્યો છે. આ દરમિયાન તેમણે રોજના 184 કરોડ રૂપિયા કમાયા. દમાની ગયા વર્ષે પણ સાતમા નંબરે હતા.

વિનોદ શાંતિલાલ અદાણી

વિનોદ શાંતિલાલ અદાણી

ભારતના વેપારી ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી IIFL Wealth Hurun India Rich List 2021ની યાદીમાં પહેલી વાર શામેલ થયા છે. વિનોદ અદાણી 12 સ્થાન ઉપર આવીને આઠમાં સૌથી અમીર ભારતીય બની ગયા છે. વિનોદ અદાણીના પરિવારની સંપત્તિ 21 ટકા વધી છે અને હવે તે 1,31,600 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ દરમિયાન તેમણે રોજની 245 કરોડ રૂપિયા સંપત્તિ કમાઈ.

કુમારમંગલમ બિરલા

કુમારમંગલમ બિરલા

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલા આ યાદીમાં નવમાં નંબરે છે. તે 13 સ્થાનની છલાંગ લગાવીને પહેલી વાર આ યાદીમાં ટૉપ 10માં પહોંચ્યા છે. બિરલા અને તેમના પરિવારની સંપત્તિ 1,22,000 કરોડ રૂપિયા છે. ગયા એક વર્ષમાં તેમની સંપત્તિ 230 ટકા વધી છે. આ દરમિયાન તેઓ રોજ 242 કરોજ રૂપિયા કમાયા છે.

જય ચૌધરી

જય ચૌધરી

આઈટી સિક્યોરીટી કંપની Zscalerના જય ચૌધરી આ યાદીમાં 10માં નંબરે છે. ચૌધરી અને તેમના પરિવારની નેટવર્થ 1,21,600 કરોડ રૂપિયા છે. અમેરિકાના સેન જોસમાં રહેતા ચૌધરીની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં 85 ટકા વધી છે. આ દરમિયાન તેમણે રોજના 153 કરોડ રૂપિયા કમાયા છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં 12માં સ્થાને હતા અને પહેલી વાર ટૉપ 10માં પહોંચ્યા છે.

English summary
IIFL Wealth Hurun India Rich List 2021 is now out, Know top 10 richest persons of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X