For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનની અસરઃ Zomato બાદ Swiggy 1100 કર્મચારીઓને છટણી કરશે

લૉકડાઉનની અસરઃ Zomato બાદ Swiggy 1100 કર્મચારીઓને છટણી કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન લગાવેલું છે. જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ હવે લૉકડાઉનની અસર વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પર જોવા મળી રહી છે. ઑનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી (Swiggy)એ સોમવારે એલાન કર્યું કે તે આગલા કેટલાક દિવસોમાં પોતાના 1100 કર્મચારીઓની છટણી કરશે, જે કુલ કર્મચારીઓની 14 ટકા છે.

swiggy

સ્વિગીના કો-ફાઉન્ડર અને સીઈઓ શ્રીહર્ષ મજેટીએ સોમવારે કંપનીઓના કર્મચારીઓને એક ઈમેલ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે આજનો દિવસ સ્વિગી માટે બહુ દુખદાયક છે. આપણે આવા અઘરા અને દુર્ભાગ્યપૂર્ણ સમયથી પસાર થવું પડી રહ્યું છે. સ્વિગીના સીઈઓએ પોતાના કર્મચારીઓને કહ્યું કે કોવિડ-19ની અસર ડિલીવરી બિઝનેસ અને ઈ-કોમર્સ પર લાંબા સમય સુધી નહિ રહે, પરંતુ છતાં પણ હાલની સ્થિતિ ક્યાર સુધી ચાલુ રહેશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

તેમણે એમ પણ કહ્યું કે કંપની પહેલા જ કોવિડ-19 પ્રકોપની શરૂઆત બાદ અસ્થાયી અથવા સ્થાયી રૂપે પોતાનો રસોઈ સુવિધાને બંધ કરવાનું શરૂ કરી ચૂકી છે. જણાવી દઈએ કે સ્વિગી પહેલા જોમેટો છટણી કરવાનું એલાન કરી ચૂક્યું છે. હાલમાં જ જોમેટોએ પણ જાણકારી આપી હતી કે તે પોતાના 13 ટકા કર્મચારીઓની છટણી કરશે અને જૂનથી આગલા છ મહિના સુધી કર્મચારીઓના વેતનમાં 50 ટકા સુધીની કટૌતી પણ કરશે.

જ્યારે લૉકડાઉનની વાત કરીએ તો તેનો ચોથો તબક્કો 31 મે સુધી ચાલુ રહેશે. જો કે આ તબક્કામાં તમામ ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા બિન-જરૂરી વસ્તુઓની ડિલીવરીની મંજૂરી છે. પરંતુ છતાં પણ લોકો આવકમાં ઘટાડો અને કોવિડ-19ના વધતા સંકટને કારણે બિનજરૂરી સામાનનો ઓર્ડર કરવાનું ટાળી જ રહ્યા છે.

અમદાવાદઃ કોરોના વાયરસથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું મોતઅમદાવાદઃ કોરોના વાયરસથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું મોત

English summary
Impact of lockdown: Swiggy will lay off 1100 employees news in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X