30 એપ્રિલ પહેલા તમારું એકાઉન્ટ બ્લોક ના કરાવવું હોય તો વાંચો આ

Posted By:
Subscribe to Oneindia News

આયકર વિભાગે એક વાર ફરી કહ્યું છે કે જલ્દી જ તમે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરો. જો તમે હજી સુધી તમારા બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક નથી કર્યું તો સમય બગાડ્યા પહેલા પહેલું કામ તેને લિંક કરવાનું કરો. જેથી કરીને આવનારા સમયમાં તમે તમારા એકાઉન્ટને બ્લોક થતા બચાવી શકો.

Read also: How To: કેવી રીતે ઓનલાઇન આધારની નામની ભૂલો ઠીક કરવી

30 એપ્રિલ સુધીનો સમય

30 એપ્રિલ સુધીનો સમય

આયકર વિભાગે મંગળવારે કહ્યું છે કે જુલાઇ 2014થી લઇને ઓગસ્ટ 2015 સુધી જે બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. તેમને પોતાની કેવાયસી (નો યોર કસ્ટમર) જાણકારી અને પોતાનો આધાર કાર્ડ વિત્ત સંસ્થાઓને આપવો પડશે. તે માટે 30 એપ્રિલ છેલ્લી તારીખ તરીકે જાહેર કરવામાં આવી છે. સાથે જ ગ્રાહકને પોતેજ ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પલાઇન્સ એક્ટ હેઠળ પોતાને સેલ્ફ સર્ટીફાઇડ કરવું પડશે.

લિંક કરો પાનકાર્ડ સાથે

લિંક કરો પાનકાર્ડ સાથે

જો તમે તમારા બચત ખાતાને આધાર કાર્ડ સાથે લિંક નથી કરી રહ્યા તો બેંક તમારું ખાતું બંધ પણ કરી શકે છે. અને જો આવું થઇ ગયું તો આ સ્થિતિમાં તમે તમારા ખાતાથી કોઇ પણ પ્રકારનું ટ્રાન્જેક્શન નહીં કરી શકો.

શું છે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાઇન્સ એક્ટ

શું છે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાઇન્સ એક્ટ

જુલાઇ 2015માં ભારત અને અમેરિકાના ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પલાઇન્સ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો ઉદ્દેશ હતો કે બન્ને દેશો વચ્ચે ટેક્સ ચોરી કરવામાં જાણકારીને શેયર કરી શકાય. નોંધનીય છે કે તે વાત બધા જ જાણે છે કે આયકર વિભાગે પણ ટેક્સ ભરવા માટે પહેલાથી જ આધાર કાર્ડ જરૂરી છે તે વાતનું સ્પષ્ટીકરણ આપી દીધું છે. સાથે તે પણ કહ્યું છે કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જેની આખરી તારીખ પણ 31 જુલાઇ છે.

Must Read

Must Read

જલ્દી જ શ્રમ મંત્રાલય એક એવું એપ લઇને આવશે જેના દ્વારા તમે તમારા પીએફના પૈસા નીકાળી શકશો. જાણો આ અંગે વધુ અહીં.

નોકરીયાત લોકો માટે ખુશખબરી, આ APPથી નીકાળો પીએફ

English summary
Income tax department said link bank account aadhaar card.
Please Wait while comments are loading...