For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુફાઓના તેલથી બચી ગયું ભારત, નહીં તો લાગતો મોટો ઝાટકો

સાઉદી અરેબિયામાં ઓઇલ પ્લાન્ટ પર થયેલા ડ્રોન એટેક પછી, વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એક દિવસમાં અચાનક 19% નો વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

જી હા, તે સાચું છે કે ગુફાઓમાં છુપાયેલા ક્રૂડ તેલને કારણે ભારત એક મોટા ઝટકાથી બચી ગયું છે. સાઉદી અરેબિયામાં ઓઇલ પ્લાન્ટ પર થયેલા ડ્રોન એટેક પછી, વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એક દિવસમાં અચાનક 19% નો વધારો થયો છે. અખાતમાં યુદ્ધ બાદ આ પહેલીવાર થયું. 1990-91માં ખાડી યુદ્ધ સમયે તેલના દરથી ભારતની આર્થિક સ્થિતિ કથળી હતી. તે સમયગાળા દરમિયાન ભારતનું ચુકવણી સંતુલન બગડ્યું હતું. ભારત પાસે તેલનો જથ્થો માત્ર 3 દિવસનો જ બાકી હતો. પરંતુ આજે પરિસ્થિતિ સાવ જુદી છે. દેશ પાસે તેની જરૂરતનું અનામતમાં 2 મહિનાનું તેલ છે. એટલે કે, જો ભારતને બે મહિના સુધી ક્રૂડ ઓઇલનો સપ્લાય નહીં મળે તો પણ કામ આગળ વધી શકે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં ક્રૂડ તેલનો અનામત ભંડાર હોય છે. પરંતુ આ કાર્ય ખૂબ ખર્ચાળ હોય છે, જેના કારણે ઘણા દેશો તે કરવામાં અસમર્થ છે.

આવી પરિસ્થિતિઓથી બચવા માટે તેલની ગુફાઓ બનાવવામાં આવી હતી

આવી પરિસ્થિતિઓથી બચવા માટે તેલની ગુફાઓ બનાવવામાં આવી હતી

દેશમાં હાલમાં 3 ભૂગર્ભ ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સુવિધા છે. તેમને તેલની ગુફાઓ પણ કહેવામાં આવે છે. આ ભૂગર્ભ ગુફાઓમાં ક્રૂડ તેલ રાખવામાં આવે છે, જેનો ઉપયોગ જરૂરિયાત સમયે થઈ શકે છે. દેશમાં આ ગુફાઓમાં 53.3 લાખ ટન ક્રૂડ ઓઇલ રાખી શકાય છે. હાલમાં વિશાખાપટ્ટનમમાં ગુફા અથવા સ્ટોરહાઉસમાં 13.3 લાખ ટન ક્રૂડ તેલ ભરેલું છે. તથા મેંગ્લોરની ગુફાઓ માટે 15 લાખ ટન ક્રૂડ ઓઇલનો સોદો નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્ણાટકના પાદુરમાં 25 લાખ ટનની ક્ષમતાની ગુફા એટલે કે ભંડાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જોકે અહીં હજી સુધી ક્રૂડ ઓઇલ ભરવામાં આવ્યું નથી. થોડા સમય પહેલા આઈ રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતની પાસે 53 લાખ ટન સંગ્રહ ક્ષમતામાં 55% ક્રૂડ ઓઇલ ભરાયેલું છે. આ ઉપરાંત ભારત ઓડિશા અને પાદુરમાં વધારાની 65 લાખ ટન ક્ષમતાની ગુફાઓ બનાવી રહ્યું છે.

રિફાઇનરીઓ પાસે 60 દિવસનો સ્ટોક

રિફાઇનરીઓ પાસે 60 દિવસનો સ્ટોક

દેશમાં રિફાઇનરીઓમાં સામાન્ય રીતે ક્રૂડ ઓઇલનો સ્ટોક 60 દિવસનો હોય છે. જો કોઈ કારણોસર, કાચા તેલની સપ્લાય વિક્ષેપિત થાય છે, તો ક્રુડ તેલ આ ગુફાઓમાંથી આ રિફાઇનરીઓને આપવામાં આવે છે. તકનીકી ભાષામાં આ ગુફાઓને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કહેવામાં આવે છે. ભારતમાં 3 ભૂગર્ભ તેલ સંગ્રહ કરવાની સુવિધામાં 10 દિવસના લાયક ક્રૂડ ઓઇલ સ્ટોર થાય છે. આવા 2 વધુ ભંડારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ વધુ 12 દિવસની જરૂરિયાતનું ક્રૂડ તેલ સંગ્રહિત કરવામાં આવશે. આ કામ પૂર્ણ થતાં જ દેશમાં 82 દિવસ સુધી ક્રૂડ ઓઇલ સ્ટોર કરવાની સુવિધા મળશે.

ભારત તેની જરૂરિયાતનો 80 ટકા આયાત કરે છે

ભારત તેની જરૂરિયાતનો 80 ટકા આયાત કરે છે

ભારત તેની ક્રૂડતેલની જરૂરિયાતનો 80 ટકા આયાત કરે છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે. આવી સ્થિતિમાં ક્રૂડ તેલના સપ્લાયમાં 1 દિવસનો વિક્ષેપ પણ દેશના આર્થિક વિકાસને અસર કરી શકે છે. આ જ કારણ છે કે દેશમાં ભૂગર્ભ ક્રૂડ ઓઇલના ભંડાર ગૃહો વિકસિત કરવામાં આવ્યા છે. તે ભૂગર્ભ હોવાને કારણે તે એકદમ સલામત માનવામાં આવે છે.

આ પણ વાંચો: મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા

English summary
India did not suffer a major setback due to its huge reserves of crude oil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X