For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સની બેસ્ટ નેશન્સ ફોર બિઝનેસની યાદીમાં ભારત 93મા ક્રમે

|
Google Oneindia Gujarati News

આ વર્ષે ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 'બેસ્ટ નેશન્સ ફોર બિઝનેસ'ની યાદીમાં ભારતનો દેખાવ ખૂબ નબળો રહ્યો છે તેમ કહી શકાય. આ વર્ષે ભારત 146 દેશોની યાદીમાં 93મા ક્રમે આવ્યો છે.

આ યાદીમાં ગરીબી અને ભ્રષ્ટ્રાચાર જેવા પડકારો સામે ઝઝુમી રહેલા દેશો જેવા કે મેક્સિકો, કઝાકિસ્તાન અને શ્રીલંકાથી પણ ભારત પાછળ રહી ગયો છે.

made-in-india-1

ફોર્બ્સની 'બેસ્ટ નેશન્સ ફોર બિઝનેસ'ની 9મી વાર્ષિક યાદીમાં ડેનમાર્ક પ્રથમ ક્રમે આવ્યું છે. ત્યાર બાદના ક્રમે હોંગ કોંગ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ અને સ્વીડન આવે છે. મહત્વની વાત એ છે કે મહત્વનું અર્થતંત્ર અમેરિકા પણ અન્ય દેશોની સરખામણીમાં ઘણું પાછળ રહ્યું છે. આ યાદીમાં અમેરિકાનો ક્રમ 18મો છે.

ભારતનો ક્રમ 93મો છે. આ સંદર્ભમાં ફોર્બ્સે જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશ છે અને ઓપન માર્કેટ ઇકોનોમી માટે દ્વાર ખોલ્યા છે. તેની કેટલીક જુની નીતિઓને કારણે તેને અડચણો આવી રહી છે. લાંબાગાળા માટે ભારતમાં વૃદ્ધિની તકો જોવા મળી રહી છે.

ફોર્બ્સે ભારત માટેના મુખ્ય પડકારો ગરીબી, ભ્રષ્ટાચાર, હિંસા અને મહિલાઓ તથા યુવતીઓ સામે ભેદભાવ, અપૂરતું વીજ ઉત્પાદન અને વિતરણ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો બિનઅસરકારક અમલ વગેરે બાબતો છે.

English summary
India ranks 93rd in Forbes' list of best nations for business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X