For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્જા જરુરિયાતોને જોતા રશિયા પાસેથી છૂટ પર ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારત તૈયાર

ઉર્જા જરુરિયાતોને જોતા ભારત રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઈલ ખરીદશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉર્જા જરુરિયાતોને જોતા ભારત રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઈલ ખરીદશે. રશિયા સાથે ભારતનો ઉર્જા સહયોગ વધુ ગાઢ થવાની આશા છે કારણકે ઘણા પ્રમુખ પશ્ચિમી દેશોએ રશિયા સામે અમેરિકી પ્રતિબંધો છતાં રશિયા ઉર્જા સ્ત્રોતોની આયાતને ચાલુ રાખી છે. આ અંગે અધિકૃત પુષ્ટિ એ રિપોર્ટોની પૃષ્ઠભૂમિમાં થઈ છે કે ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશન(IOC)પછી હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ(HPCL) બે મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઈલ ખરીદ્યુ છે કારણકે ભારતીય ઉર્જા મુખ્ય રીતે ઉર્જા સ્ત્રોતોની આપૂર્તિને સુરક્ષિત રાખીને આગળ વધવા માંગે છે.

crude oil

ઉર્જા સ્ત્રોતોને સુરક્ષિત રાખવા માંગે છે ભારત

એક સવાલના જવાબમાં કે શું ભારત રશિયન ઉર્જાનો વિકલ્પ પસંદ કરશે, જે કથિત રીતે છૂટ પર આપવામાં આવી રહ્યો છે, એક જાણકારે કહ્યુ કે ભારત આ વિકલ્પ સાથે જશે. એવુ પ્રતીત થાય છે કે ભારતનો આ નિર્ણય ભારતની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવાની યોજનાઓનો હિસ્સો છે કારણકે તેલ અને બિન બજારમાં છેલ્લા અમુક સપ્તાહોથી આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.

અધિકારીએ સ્પષ્ટ કર્યુ કે રશિયા સાથે ઉર્જા સહયોગ માટે અમેરિકી પ્રતિબંધથી ઉત્પન્ન પડકારોના કારણે નાણાકીય મોરચે અમુક જરુરી સમાયોજનની જરુરિયાત રહેશે. વરિષ્ઠ અધિકારીઓની ટિપ્પણીઓથી સંકેત મળે છે કે સરકારે પોતાની ઉર્જા જરુરિયાતોને જોતા આ મામલે એક વ્યાવહારિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે અને આના પર આગળ વધવાની પૂરી સંભાવના છે. એક્સચેન્જના જાણકાર સૂત્રોએ જણાવ્યુ કે આઈઓસીની જેમ એચપીસીએલએ પણ યુરોપીય ઉર્જા વ્યાપારી વેટોલ દ્વારા રશિયન યુરાલ ક્રૂડ ખરીદ્યુ છે.

English summary
India ready to buy crude oil at a discount from Russia in view of energy needs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X