For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 10.5% થી વધુ રહેશેઃ નીતિ આયોગ

આ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 10.5% થી વધુ રહેશેઃ નીતિ આયોગ

|
Google Oneindia Gujarati News

નીતિ આયોગના વાઈસ ચેરમેન ડૉ રાજીવ કુમારે ભારતના વિકાસ દરને લઈ સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે દેશ 10.5 ટકા અથવા તેનાથી વધુ ગતિએ વિકાસ કરશે. પબ્લિક અફેર્સ ફોરમ ઑફ ઈન્ડિયાના 8મા રાષ્ટ્રીય ફોરમમાં બોલતાં રાજીવ કુમારે કહ્યું કે ગ્રાહકોમાં આત્મવિશ્વાસની કમીને પગલે નહીં બલકે સપ્લાઈ ચેનમાં અડચણને કારણે દેશભરમાં માંગમાં એક સમાનતા નથી. ભારતની વિકાસ યાત્રા સારી ચાલી રહી છે. તેમણે વિશ્વાસ જતાવ્યો કે આ સમસ્યાઓ છતાં ભારત 10.5 ટકાના દરે વિકાસ કરશે.

NITI Ayog

રાજીવ કુમારે કહ્યું કે સપ્ટેમ્બર 2021માં ભારતમાં નિર્માણ અને સેવા બંને ક્ષેત્રોએ સારી બઢોતરી દેખાડી જે આગામી સમયમાં હજી પણ સુધરશે. મારું ખુદનું આંકલન કહે છે કે ડબલ્યૂ શેપ રિકવરીના આપણે અંતિમ તબક્કામાં છીએ, કોવિડની પહેલી લહેર બાદથી આ ઉપર જ જઈ રહ્યો છે, પરંતુ બીજી લહેર બાદ આ નીચે ચાલ્યો ગયો હતો. નિકાસમાં વધારાને જોતાં નીતિ આયોગે વિકાસ દરને લઈ આત્મવિશ્વાસ જતાવ્યો છે. આગામી ચાર વર્ષમાં ભારત સરકાર દેશના નિકાસને બેગણો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાજીવ કુમારે આગળ કહ્યું કે જો આપણે આવું કરી શકીએ છીએ તો આપણો નિકાસ વિકાસ દરથી ક્યાંય વધુ હશે. પરંતુ આવું ત્યારે જ શક્ય છે જ્યારે ઈન્ડસ્ટ્રી અને સરકાર શ્રેષ્ઠ સમન્વય સાથે કામ કરે.

ડૉ રાજીવ કુમારે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરે, જેના માટે તેમને ટેક્સ આપવા સહિતના અન્ય લાભ પણ મળી શકે. અમે ઈચ્છીએ છીએ કે કંપનીઓ ભારતમાં નિર્માણ કરે, તેઓ ત્યાં માત્ર અસેંબલિંગ ના કરે કેમ કે અમારો લક્ષ્ય રોજગાર નિર્માણ પણ છે. પ્રાઈવેટ સેક્ટરે સરકાર સાથે મળી કામ કરવું જોઈએ જેથી દેશને આગળ લઈ જઈ શકાય. તેમણે કંપનીઓને અપીલ કરી છે કે તેઓ સરકારને શકની નજરે ના જોઈ કેમ કે સરકારે પહેલે જ રેટ્રોસ્પેક્ટિવ કરી પરત લાવવાનો ફેસલો લીધો છે.

English summary
India's growth rate will be more than 10.5% in this financial year: NITI Ayog
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X