For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા સાથે કામ કરાવાની ભારત માટે મોટી તક: ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambaram
વોશિંગ્ટન, 12 જુલાઇ : અમેરિકા અને ભારતીય ઉદ્યોગપતિઓ દ્વારા એક સંપન્ન સમાજ બનાવવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરતા નાણામંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે બંને દેશોના ઉદ્યોગ રાજકારણથી દૂર રાખે.

અમેરિકા ભારત વ્યાપાર પરિષદ(યુએસઆઇબીસી)ના 38માં સમ્મેલનમાં મુખ્ય ભાષણ આપતા ચિદમ્બરમે જણાવ્યું કે ભારતની સામે પોતાની મોટી વસ્તીને ગરીબીમાંથી નીકાળવાનો પડકાર છે જ્યારે તે ધીરેધીરે અર્ધવ્યવસ્થાને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

નાણામંત્રીએ જણાવ્યું કે ભારતના આર્થિક સુધાર કાર્યક્રમના કારણે ઘણી ભારતીય કંપની આકાર અને કદમાં એટલી મોટી થઇ ગઇ છે કે ઘણી વખત અમેરિકન કંપનીઓ સાથે ટક્કર લઇ રહી હોય છે. તમણે જણાવ્યું કે વ્યવસાયકારો પ્રતિસ્પર્ધા મુક્ત બજાર મુક્ત અર્થવ્યવસ્થાનો પાયો છે અને આ સ્પર્ધા થકી આપણા વ્યાપારને રાજકીય સ્વરૂપ આપીને તેનો ભોગ ના લેવો જોઇએ.

ચિદમ્બરમે પોતાના ભાષણમાં જણાવ્યું, હું એટલા માટે આપને અપીલ કરું છું કે બંને દેશો માટે મળીને કામ કરવાની મોટી તક છે. તેમણે જણાવ્યું કે અમે અમારી અર્થવ્યવસ્થાને ધીરેધીરે વિકસાવી રહ્યા છીએ. અને તેના વિકાસમાં અમે આપની મદદ માંગીએ છીએ. આ અવસરે ભારત અને અમેરિકાના ઘણા પ્રમુખ ઉદ્યોગપતિ અધિકારી અને રાજનેતાઓ હાજર રહ્યા હતા.

English summary
Keeping up their efforts to sell brand India amid a slow down, three top government leaders in-charge of the economy have assured potential US investors that India continued to offer huge business opportunities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X