2012-13નો આર્થિક વિકાસ દર 5%, 10 વર્ષમાં સૌથી નીચા સ્તરે

આર્થિક વૃદ્ધિ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ઘટીને 4.8 ટકા રહી ગયો છે જે ગત નાણાંકીય વર્ષની ત્રિમાસિકમાં 5.1 ટકા હતી. કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગમાં વૃદ્ધિનો દર 1.4 ટકા રહ્યો છે જ્યારે નિર્માણમાં આ 2.6 ટકા છે.
શુક્રવારે સાર્વજનિક કરવામાં આવેલા સરકારી આંકડાઓ અનુસાર, નાણાંકીય વર્ષ 2012-13ના અંતિમ ત્રિમાસિક (31 માર્ચ, 2013 સુધી)માં વિકાસ દર 4.8 ટકા રહ્યો હતો. જે ગત નાણાંકીય વર્ષના ત્રિમાસિકમાં 5.1 ટકા હતો. જો કે સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં જીડીપી વિકાસનો દર પાંચ ટકા રહ્યો હતો. આંકડાઓ અનુસાર અંતિમ ત્રિમાસિક દરમિયાન ઉત્પાદન સેક્ટરમાં 2.6 ટકાનો વધારો થયો છે, જ્યારે કૃષિ ઉત્પાદનમાં 1.4 ટકાનો જ વધારો થયો છે.












Click it and Unblock the Notifications
