For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધુ દરે વધશે : ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambaram
વૉશિંગ્ટન, 11 ઓક્ટોબર : આ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર 3.8 ટકા રહેવા અંગેના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના અનુમાનોને ફગાવી દઇને ભારતના નાણામંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર વર્ષ 2013-14માં 5 ટકાથી વધારેના વૃદ્ધિદરથી આગળ વધશે.

વૉશિંગ્ટનમાં એક સંમેલનમાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે આ માટેના કારણોમાં આ વર્ષે થયેલા સારા વરસાદ અને પાછલા નાણાકીય વર્ષમાં યુપીએ સરકારે કરેલા વિવિધ આર્થિક સુધારોને તેનું શ્રેય આપ્યું હતું. ચિદમ્બરમે જણાવ્યું કે સારા વરસાદને કારણે આગામી સમયમાં સારા કૃષિ ઉત્પાદનની અને તેમાં વૃદ્ધિની આશા છે.

ચિદમ્બરમે કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ પગલું વર્તમાન નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં પોતાની અસર દેખાડવાનું શરૂ કરશે. આ કારણે મારું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધારેના વૃદ્ધિદરથી વધશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે વર્ષ 2013-14માં આર્થિક વૃદ્ધિદર 5.5 ટકા રહી શકે છે.

English summary
Indian economy will grow at rate of 5 percent : Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X