For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 હજાર રૂપિયાનું પેટ્રોલ જીતવાનો આજે છેલ્લો મોકો, જાણો કઈ રીતે?

25 હજાર રૂપિયાનું પેટ્રોલ જીતવાનો આજે છેલ્લો મોકો, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની આસમાને પહોંચતી કિંમતોની વચ્ચે જો ફ્રી પેટ્રોલની ગિફ્ટ મળી જાય તો તેનાથી સારું બીજું શું હોય શકે? જો તમે પણ ફ્રી પેટ્રોલ મેળવવા ઈચ્છો છો તો તમારી પાસે આજે છેલ્લો મોકો છે એ પણ વગર પૈસા ખર્ચે 25000 રૂપિયા સુધીનું ફ્રી પેટ્રોલ મેળવવાનો. જી હાં, દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લોકો માટે એક ખાસ કોન્ટેસ્ટ શરૂ કર્યો છે, જે જીતીને તમે 25000 રૂપિયા સુધીનું પેટ્રોલ-ડીઝલ મેળવી શકો છો.

ફ્રી પેટ્રોલ-ડીઝલ વાઉચર્સ મેળવવાનો મોકો

ફ્રી પેટ્રોલ-ડીઝલ વાઉચર્સ મેળવવાનો મોકો

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લોકો માટે એક ખાસ કોન્ટેસ્ટ શરૂ કર્યો છે. આ પ્રતિયોગિતાનું નામ 'I Love IndianOil'પ્રતિયોગિતા રાખવામાં આવ્યું છે. દેશના કોઈપણ નાગરિક આ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે જો તમે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમે વોટ્સએપ અને ફેસબુક વાપરતા જાણતા હોય તે જરૂરી છે. કંપનીએ 3 જાન્યુઆરીથ 9 જાન્યુઆરી વચ્ચે આ કોન્ટેસ્ટનું આયોજન રાખ્યું છે.

કેવી રીતે જીતી શકો છો 25000 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ

કેવી રીતે જીતી શકો છો 25000 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ

આ પ્રતિયોગીતામાં તમારે બસ એટલું જણાવવાનું છે કે ઈન્ડિયન ઓઈલ કઈ રીતે તમારા જીવનને પ્રભાવિત કરે છે. તમારા જીવનમાં ઈન્ડિયન ઓઈલનું મહત્વ શું છે. આ ટૉપિક પર તમારે એક વીડિયો, ઈમેજ સ્ટોરી અથવા કોમેન્ટ લખીને જવાબ આપવાનો છે. જો તમારો જવાબ કે વીડિયો અથવા તમે મોકલેલી તસવીર પસંદ કરવામાં આવે છે તો વિવિધ શ્રેણીમાં તમને ઈનામ મળશે.

#ILoveIndianOil સાથે જવાબ મોકલો

કંપની આ પ્રતિયોગિતામાં પહેલું ઈનામ જીતનાર પાંચ લોકોને 25000 રૂપિયાના પેટ્રોલનું વાઉચર આપશે. બીજું ઈનામ જીતનાર 10 લોકોને કંપની 10 હજાર રૂપિયાના ફ્યૂલ વાઉચર્સ આપશે. ત્રીજું ઈનામ જીતનાર 30 લોકોને કંપની 5000 રૂપિયનું વાઉચર આપશે. ચોથું ઈનામ જીતનાર 60 લોકોને 2000 રૂપિયાનું વાઉચર મળશે. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે તમારે ઈન્ડિયન ઓઈલના ફેસબુક પેજને લાઈક અને ફોલો કરવાનું રહેશે. સાથે જ દરેક સવાલનો જવાબ #ILoveIndianOil સાથે આપવાનો રહેશે.

અમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું-ભાજપને દફનાવી દઈશુઅમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના, કહ્યું-ભાજપને દફનાવી દઈશુ

English summary
Indian Oil Corporation I Love IndianOil Contest, you can win Rs 25000 Fuel Vouchers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X