For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય દવા બજાર 2030 સુધીમાં 55 અબજ ડોલર સુધી પહોચશે

|
Google Oneindia Gujarati News

pharma
નવી દિલ્હી, 18 માર્ચ : તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વૈશ્વિક દવા ઉત્પાદનનો 10 ટકાથી પણ વધારે હિસ્સો ઉત્પાદન કરનારા ભારતનું દવા બજાર વર્ષ 2030 સુધીમાં 55 અબજ ડૉલરનો આંકડો પાર કરી જશે.

વૈશ્વિક દવા બજારનું અધ્યયન કરનારી એક અગ્રણી સંસ્થા કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ ફાર્માના અભ્યાસ અનુસાર દવા વ્યવસાય સાથે સંકળાયેલી લગભગ 20,000 કંપનીઓવાળું ભારતીય માર્કેટ વર્તમાનમાં 22 અબજ ડોલરથી વધારે છે. આ ક્ષેત્રમાં 3 લાખ 40 હજારથી પણ વધારે લોકોને રોજગારી મળી રહી છે.

અભ્યાસ અનુસારવર્ષ 2014 સુધીમાં ભારતનું દવા બજાર25 અબજ ડોલરથી પણ વધારે તઇ જશે. જેના પરિણામ સ્વરૂપ આ સેક્ટરમાં રોજગારની અપાર સંભાવનાઓ ઉભી થવાની છે.

ભારતમાં કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ ફાર્માની ચિકિત્સ ટેક્નોલોજીના ડાયરેક્ટર એન્ડ્રુ બેરેટે જણાવ્યું કે ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સરકારી અને ખાનગી કંપનીના સંયુક્ત પ્રયાસોના કારણે આ ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આધુનિક ટેકનિકને અપનાવવામાં આવી હોવાના કારણે લોકોની જીવનશૈલી વધારે સારી છઇ છે. સાથે તેનાથી રોજગારની સંભાવનાઓ પણ વધી છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન સ્થિત કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ ફાર્મા વિશ્વના દવા બજારનો અભ્યાસ કરીને આ ક્ષેત્રની કંપનીઓને માર્કેટ સંબંધિત સંભાવનાઓની માહિતી ઉપલબ્ધ કરાવે છે.

English summary
Indian pharma market will reach 55 billion dollar by 2030.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X