આવનારા બે વર્ષમાં ભારતનો વિકાસ વેગ પકડશે : ફિચ
રેટિંગ એજન્સી ફિચે ગુરુવારે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં ભારતમાં વિકાસની નવી ગાથા રચાશે. કારણ કે આવનારા બે વર્ષમાં ભારતીય અર્થતંત્ર નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામશે.
યુએસના રોકાણકારો દ્વારા વિકસી રહેલા માર્કેટમાં બેંકિંગ સંસ્થાઓની આર્થિક સ્થિતિના સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ફિચે પોતાનું આ નિવેદન આપ્યું હતું. તેમાં ભારતના અર્થતંત્ર વિશે હકારાત્મક સંકેત આપવામાં આવ્યા હતા.

ફિચે જણાવ્યું હતું કે 'ભારતીય બેંકિંગ સિસ્ટમ સામે બે મુખ્ય પડકારો છે. એસેટ્સ ક્વૉલિટી અને કેપિટલાઇઝેશન. સરકારી બેંકોમાં આ બાબતો મુખ્ય મુદ્દાઓ છે.'
જ્યારે ખાનગી બેંકોની સ્થિતિ વધારે સારી છે. તેનું મૂડીકરણ પણ વધારે સારી રીતે થઇ રહ્યું છે. આ માટે તેઓ મર્યાદિત સંપત્તિ સાથે જરૂરી મૂડી સાથે વિકાસ કરી રહી છે.
ફિચે સરકારી બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાને સારી સ્થિતિમાં હોય તેવી બેંકો ગણાવી છે. તે ભારતની આર્થિક વૃદ્ધિ સાથે આગળ વધી રહી છે.












Click it and Unblock the Notifications
