સલિલ પારેખ બન્યા Infosysના નવા MD અને CEO

Written By:
Subscribe to Oneindia News

ભારતની બીજા નંબરની આઈટી કંપની ઇન્ફોસિસ દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે, સલિલ એસ. પારેખને હવે નવા મેનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવે છે. સલિલ પારેખ આવતા વર્ષે 2 જાન્યુઆરીથી પોતાનું પદ સાચવશે. આ પહેલાં સલિલ પારેખ ફ્રાંસની મોટી આઇટી કંપની કેપજમેમિનીમાં ગ્રુપ એક્ઝેક્યુટિવ મેમ્બર હતા. ઉલ્લેખનીય છે કે, વિશાલ સિક્કાના રાજીનામા બાદ યુપી પ્રવીણ રાવને એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા હતા. આવતા વર્ષના માર્ચ મહિના સુધી એક્ઝિક્યૂટિવ વાઇસ-ચેરમેન પદ પર રહેશે.

business

સલિલ પારેખનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. આ જ વર્ષે 17 ઓગસ્ટના રોજ વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું હતું. કહેવાઇ રહ્યું હતું કે, પ્રમોટર્સ સાથે વિશાલ સિક્કાના સતત મતભેદો ચાલી રહ્યા હતા અને આ કારણે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિશાલ સિક્કાનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકાર કરતા કંપનીએ તેમને પ્રમોશન આપી એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

English summary
Infosys names Salil S Parekh as CEO and Managing Director effective January 2.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.