For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટોક માર્કેટમાં રોકાણ કે હાથ પર રોકડ શું છે બેસ્ટ ઓપ્શન?

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે લોકો શેરમાર્કેટમાં રોકાણ કરી રાતો રાત અબજોપતિ બનવાના સપનાં જોતા હોય છે. વાત સાચી પણ છે. જેને શેર માર્કેટની ચાલ અનુકૂળ આવી જાય તેના માટે શેરબજાર ધનકુબેરનો ભંડાર ખોલી આપે છે. જો કે જેને અનુકૂળ ના આવે તેના ભંડાર તળિયા ઝાટક પણ કરી નાખે છે. આવા સમયે એક સામાન્ય પ્રશ્ન ઉદભવે કે શેરમાર્કેટમાં નાણા રોકવા સારા કે હાથ પર રોકડ રાખવી વધારે સારી?

શેરમાર્કેટનો ધંધો જોખમી છતાં લાભદાયી માનવામાં આવે છે. જ્યારે હાથ પર રોકડ બિનઉપજાઉ રોકડ છે. વર્તમાન સમયમાં માર્કેટમાં જે રીતે અપડાઉન થઇ રહ્યું છે તે જોતા અનેક લોકો એવું માને છે કે માર્કેટમાં નાણા રોકવાનું જોખમ કરવાને બદલે સેવિંગ બેંક એકાઉન્ટમાં નાણા રાખવા વધારે સારા. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે તમારા હાથમાં રહેલા નાણા તમને ફાયદો કરાવી ના આપે તો તેનો કોઇ ફાયદો રહેતો નથી.

આવા સમયે એક્સપર્ટ આપણને યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે. આ મુદ્દે એક્સપર્ટ્સનું શું માનવું છે તે આવો જાણીએ...

હાથમાં રોકડનો ફાયદો

હાથમાં રોકડનો ફાયદો


જ્યારે માર્કેટમાં મંદીની ચાલ હોય ત્યારે આપણને સ્વાભાવિક રીતે લાગે કે હાથમાં રોકડ છે એટલે સારું છે. નહીંતર માર્કેટની મંદીમાં આપણા નાણાનું ધોવાણ થઇ જાય. આ ઉપરાંત હાથમાં કેશ હોય તો ગમે તે સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે સ્ટોક માર્કેટમાં તમે રોકાણ કર્યું હોય તો તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાતો નથી. બેંકના સેવિંગ એકાઉન્ટમાં રોકડ હોય તો તેના પર નિષ્ચિત પ્રમાણમાં લાભ કે ગેરન્ટીડ રિટર્ન્સ મળે છે.

હાથમાં રોકડનો ગેરફાયદો

હાથમાં રોકડનો ગેરફાયદો


સિક્કાની બીજી બાજુ જોઇએ તો ફુગાવાની અસર તમારા બેંકમાં રહેલા નાણા પર પડે છે. જેના કારણે વ્યાજમાં વધઘટ થવાથી તમારા ફાયદામાં વધઘટ થઇ શકે છે. બીજી બાબત એ પણ છે કે બેંકમાં સેવિંગ ખાતામાં કે ફિક્સ્ ડિપોઝિટમાં તમારા નાણા મુકવાથી તમે સુરક્ષિત થઇ ગયા તેવું કહેવું યોગ્ય નથી. કારણ કે ફુગાવો વધતા બેંકનું વ્યાજ ઘટી શકે ઉપરાંત ટેક્સ અને બેંકના ચાર્જ વધવાથી પણ તેમાં ઘટાડો થાય છે.

મુંઝવણનો ઉકેલ

મુંઝવણનો ઉકેલ


બંને બાબતોને ચકાસીને નિર્ણય પર આવવું જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તમે ટૂંકા ગાળા માટે ફાયદો મેળવવા માંગતો હોવ તો બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરીને ફાયદો મેળવી શકાય છે. તે બેસ્ટ વિકલ્પ છે. પણ જો તમે લાંબા ગાળા માટે ફાયદો મેળવવાનું વિચારતા હોવ તો શેરમાર્કેટમાં છેલ્લા 10 વર્ષના વલણનો અભ્યાસ કરીને તેમાં યોગ્ય સ્ક્રીપ્ટમાં રોકાણ કરવું ફાયદાકારક છે.

લાગણીમુક્ત બની નિર્ણય કરો

લાગણીમુક્ત બની નિર્ણય કરો


એક્સપર્ટનું માનવું છે કે તમારા કોઇ પણ નાણાકીય રોકાણ અંગેના નિર્ણયો તમારા સંબંધોને સાચવવા કે લાગણીઓમાં વહીને લેવા જોઇએ નહીં.

English summary
Investing in the stock market Vs holding cash in hand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X