For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરરોજ માત્ર 30 રૂપિયા રોકાણ કરીને કરોડપતિ બની શકો, જાણો કેવી રીતે

દરરોજ માત્ર 30 રૂપિયા રોકાણ કરીને કરોડપતિ બની શકો, જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિને સારું જીવન જીવવાની અને અમીર બનવાની ઈચ્છા હોય છે. આના માટે માણસ ઘણી કોશિશ પણ કરે છે, પરંતુ યોગ્ય investment plan ના કર્યો હોય તો બધી જ મહેનત નિષ્ફળ જાય છે. યોગ્ય સમયે રોકાણ કરવાથી અમીર બનવાનું લક્ષ્ય જરૂર સાધી શકાય છે. રોકાણ માટે તમે હજારો કે લાખો રૂપિયા રોકણ કરો તે જરૂરી નથી. દરરોજ 30 રૂપિયાનું રોકાણ કરીને પણ તમે અમીર બની શકો છો. તમારામાંથી ઘણા લોકોને આ વાત પર ભરોસો નહિ આવતો હોય. પરંતુ આજે અમે તમને એક આા જ રોકાણની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાનુ રોકાણ તમને મોટું લક્ષ્ય હાંસલ કરાવી શકે છે.

માત્ર 30 રૂપિયા રોકાણ કરીને બની શકો કરોડપતિ

માત્ર 30 રૂપિયા રોકાણ કરીને બની શકો કરોડપતિ

આજે અમે તમને રોકાણની સીધી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે દરરોજના 30 રૂપિયા રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. અમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વાત કરી રહ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે કરોડોનું ફંડ બનાવી શકો છો. પાછલા બે દશકમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે. તમે જેટલી જલદી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનુ શરૂ કરી દેશો તેટલી જલદી સંપત્તિમાં વધારો થશે.

લાંબા સમય માટે રોકાણનો વિકલ્પ સારો

લાંબા સમય માટે રોકાણનો વિકલ્પ સારો

જો તમે નોકરી દરમિયાન માત્ર 30 રૂપિયા બચાવીને રોકાણ કરો છો તો 40 વર્ષ બાદ તમે કરોડપતિ બની જશો. જો 20 વર્ષનો કોઈ યુવા માત્ર પોતાના ખિચા ખર્ચમાંથી દરરોજ 30 રૂપિયા બચાવી મયુચ્યૂઅલ ફંડમાં દર મહિને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPમાં રોકાણ કરે છે તો 40 વર્ષમાં તે 1 કરોડથી વધુ રકમ કમાઈ શકે છે. મહિનામાં 900 રૂપિયાના SIP દ્વારા તમે કોઈપણ ડાયવર્સિફાઈડ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા રોકાણ પર 12.5 ટકા વાર્ષિક રિટર્નના હિસાબે 40 વર્ષ બાદ કુલ 10155160 રૂપિયા મળશે. એટલે કે 30 વર્ષ દરરોજના હિસાબે તમે 40 વર્ષ સુધી SIPમાં 432000 રૂપિયાનું રોકાણ કર્યું, જેના પર તમને એક કરોડથી વધુનું રિટર્ન મળે છે. જણઆવી દઈએ કે આ કેલ્ક્યુલેટ 12.5 ટા રિટર્નથી કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાય SIP એવા છે જેમાં 20 ટકા સુધીનું રિટર્ન મળે છે.

લાંબા સમય સુધીના રોકાણથી સારું રિઝલ્ટ

લાંબા સમય સુધીના રોકાણથી સારું રિઝલ્ટ

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમભર્યું પણ હોય છે, પરતુ થોડા રિસ્ક સાથે તમે સારું રિટર્ન પણ મેળવી શકો છો. લાંબા સમય માટે SIPમાં રોકાણ તમને સારું રિઝલ્ટ આપી દે છે. જો તમે મોટું રોકાણ કરવા માંગો છો તો ઈવર્સિફાઈડ મ્યૂચ્યુઅલ ફંડના બજાર અથવા સ્મોલ કે મિડકેપ ફંડમાં રોકાણ કરી શકો છો.

લૉકડાઉનથી થયુ 2.7 લાખ કરોડનુ નુકશાન, માઈનસ 4.5 ટકા પહોંચી જશે દેશની GDPલૉકડાઉનથી થયુ 2.7 લાખ કરોડનુ નુકશાન, માઈનસ 4.5 ટકા પહોંચી જશે દેશની GDP

English summary
Investment tips in gujarati: here is how 30 rupee investment can make you billionaire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X