For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારોએ 1.5 લાખ કરોડ રોક્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 નવેમ્બર : ઓક્ટોબર મહિનો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે નોંધપાત્ર કહી શકાય એમ છે. રોકાણકારોએ ઓક્ટોબર 2014માં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમ્સમાં અંદાજે રૂપિયા 1.55 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે.નેટ રૂપિયા 1.55 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં ઓગસ્ટ અને જુલાઇ મહિનામાં અનુક્રમે રૂપિયા 1 લાખ કરોડ અને રૂપિયા 1.13 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.આ પહેલા જૂન મહિનામાં રૂપિયા 59,726 કરોડનો આઉટ ફ્લો નોંધાયો હતો.

mutual-fund-1

જો ગ્રોસ આંકડાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં મ્યુચ્યુઅલ ફડ્સે રૂપિયા 63.21 લાખ કરોડની આવ - જા થઇ છે. તેમાંથી 61.67 લાખ કરોડ આઉટ થતા કુલ ઇન ફ્લો રૂપિયા 1,54,958 કરોડનો નોંધાયો છે.

આ અંગે માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણકારોએ મોટા ભાગના નાણા મની માર્કેટ કે લિક્વિડ માર્કેટમાં રોક્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એવું રોકાણ સાધન છે જે અનેક રોકાણકારો તરફથી રોકાણ આકર્ષી લાવે છે. આ રોકાણકારો સામાન્ય રીતે સ્ટોક્સ, બોન્ડ્સ, નાણા માર્કેટ અને સંબંધિત મિલકતોમાં રોકાણ કરતા હોય છે.

સર્વાંગી રીતે જોઇએ તો નાણાકીય વર્ષ 2014-15માં એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 4.5 લાખ કરોડનું રોકાણ થયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં રૂપિયા 53,783 કરોડનું રોકાણ થયું હતું.

English summary
Investors Put Rs 1.5 Lakh Crore in Mutual Fund Schemes in October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X