સેમસંગ USમાં આઇફોન 4 અને આઇપેડ પર પ્રતિબંધ મુકાવ્યો

એપલ ઉપર સેમસંગની આ જીતને આશ્ચર્યજનક ગણવામાં આવે છે. આઈટીસીએ આઈફોન 4, આઈફોન 3GS, આઈપેડ 3G અને આઈપેડ 2Gની આયાત કે વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેનું વિતરણ અમેરિકાની મોબાઈલ નેટવર્ક કંપની એટી એન્ડ ટી કરી રહી છે. આઈટીસીએ તેના ચુકાદામાં કહ્યું છે કે એપલના આ ઉત્પાદનો સેમસંગના ડેટા ટ્રાન્સમિશન પેટન્ટ હકનું ઉલ્લંઘન કરે છે.
સેમસંગે વર્ષ 2011માં આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેનો અત્યારે ચુકાદો આવ્યો છે. જો કે આને લીધે એપલના નવા આઈફોન અને આઈપેડ મોડેલ્સના વેચાણ પર કોઈ અસર નહીં પડે. એપલનો આઈફોન 4 અને 3G મોડેલ્સ અનુક્રમે બે અને ત્રણ વર્ષ જૂના થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
