6 બેંકોના કાર્ડ બ્લોક કરવા મામલે IRCTCનું નિવેદન

Written By:
Subscribe to Oneindia News

જો તમે ટ્રેનમાં નિયમિત મુસાફરી કરતા હોવ, તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે. હાલમાં જ ખબર આવી હતી કે, આઈઆરસીટીસી દ્વારા 6 બેંકોના કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે, આ બેંકના કાર્ડ દ્વારા હવે રેલવે ટિકિટની ચૂકવણી નહીં કરી શકાય. પરંતુ હવે ભારતીય રેલવે તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમણે કોઇ પણ બેંકના કાર્ડ બ્લોક નથી કર્યા. રેલવે વિભાગ દ્વારા આ અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

irctc

6 બેંકો પર મુક્યો હતો બેન?

થોડા સમય પહેલા આઈઆરસીટીસી એ 6 બેંકોના કાર્ડ બ્લોક કર્યા હોવાની ખબર આવી હતી. કહેવાઇ રહ્યું હતું કે, બેંકો અને આઈઆરસીટીસી વચ્ચે સુવિધા શુલ્ક મામલે વિવાદ ચાલી રહ્યો હતો અને આ કારણસર કાર્ડ બ્લોક થયા હતા. આ ખબરો અનુસાર, આઈઆરસીટીસી થકી ટિકિટ બુક કરતી વેળાએ તમે માત્ર ઇન્ડિયન ઓવરસીઝ બેંક, કેનરા બેંક, યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના કાર્ડથી જ ચૂકવણી કરી શકો છો. જો કે, રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ બાદ આ તમામ ખબરો ખોટી સાબિત થઇ છે.

English summary
IRCTC Ticket Booking: Railways denies that he restricts card payment to six banks.
Please Wait while comments are loading...