For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાની કંપનીના શેર ના ખરીદો, ઈન્ક્મ ટેક્સ વિભાગનું એલર્ટ

ઈન્ક્મ ટેક્સ વિભાગે વિજય માલ્યાની કંપનીના શેર નહીં ખરીદવા માટે એલર્ટ જાહેર કર્યું છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ક્મ ટેક્સ વિભાગે વિજય માલ્યાની કંપનીના શેર નહીં ખરીદવા માટે એલર્ટ જાહેર કર્યું છે. ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ડેટ રિકવરી ટ્રેંબ્યુનલ 30 ઓક્ટોબરે ઈ-ઑક્શન ઘ્વારા યુનાઇટેડ રેસિંગ એન્ડ બ્લડસ્ટોક બિડર્સ લિમિટેડ યુઆરબીબીએલ 41 લાખ શેર વેચી રહી છે. આઇટી અધિકારી એન.રાઠી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે શેરનો હક ઈન્ક્મ ટેક્સ વિભાગ પાસે છે. એટલા માટે પોતાના રિસ્ક પર ઑક્શનમાં શામિલ થાજો.

vijay mallya

યુઆરબીબીએલ શેર કસ્ટડીમાં

આપને જણાવી દઈએ કે ઈન્ક્મ ટેક્સ ડીપાર્ટમેન્ટ ટેક્સ ચોરી મામલે વિજય માલ્યા પાસે વસૂલી કરવા માંગે છે. આજ કારણ છે કે ઈન્ક્મ ટેક્સ વિભાગે યુઆરબીબીએલ શેર કસ્ટડીમાં લઇ રાખ્યા છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ અનુસાર આ શેરોનું ટ્રાન્સફર નહીં કરી શકાય.

જયારે ડેટ રિકવરી ટ્રિબ્યુન બેંકોના દેવાની વસૂલી માટે માલ્યાની કંપનીના શેર વેચવા માંગે છે. વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સને વર્ષ 2008 અને 2012 વચ્ચે બેન્કોમાંથી લોન લીધી હતી.

માલ્યા પર બેંકોનું 9000 કરોડ રૂપિયાનું દેવું

આપને જણાવી દઈએ કે માલ્યા પર બેંકોનું 9000 કરોડ રૂપિયાનું દેવું છે. લોન નહીં ચૂકવવા પર વિજય માલ્યા વર્ષ 2016 દરમિયાન લંડન ભાગી ગયો હતો. એટલું જ નહીં પરંતુ વિજય માલ્યા સામે યુકેની અદાલતમાં પણ વસૂલીનો મામલો ચાલી રહ્યો છે. માલ્યાએ હોર્સ રેસિંગ અને બ્રીડીંગ માટે 1988 દરમિયાન યુનાઇટેડ રેસિંગ એન્ડ બ્લડસ્ટોક બિડર્સ લિમિટેડ કંપની બનાવી હતી. વર્ષ 1992 દરમિયાન માલ્યાએ બેંગ્લોરથી 70 કિલોમીટર દૂર કુનિગલ સ્ટડ ફાર્મ પણ ખરીદ્યું હતું.

English summary
IT Department Alert Not To Buy Vijay Mallyas Company Share
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X