For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ITR Last Date : હવે 31 ઓક્ટોબર સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે, નહીં ભરવો પડે દંડ

દર વર્ષે લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. આ પ્રક્રિયા માટે સરકાર દ્વારા લોકોને સમય પણ આપવામાં આવે છે. આવા સમયે, લોકોને એક નિશ્ચિત તારીખ પણ કહેવામાં આવે છે, જેથી કરીને લોકો તે તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરે.

|
Google Oneindia Gujarati News

ITR Last Date : દર વર્ષે લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. આ પ્રક્રિયા માટે સરકાર દ્વારા લોકોને સમય પણ આપવામાં આવે છે. આવા સમયે, લોકોને એક નિશ્ચિત તારીખ પણ કહેવામાં આવે છે, જેથી કરીને લોકો તે તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરે. જોકે, કેટલાક લોકો નિર્ધારિત તારીખ સુધી પણ તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી, જેના પછી તેમને દંડ ભરવો કરવો પડે છે. આ દંડ આવકવેરા રિટર્ન લેટ ફી તરીકે લેવામાં આવે છે.

કેટલો દંડ ભરવો પડે છે?

કેટલો દંડ ભરવો પડે છે?

નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 રવિવાર હતી. આનો અર્થ એ છે કે, જેકરદાતાઓનાં ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેઓએ આ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ (income tax return file) કરવાની જરૂર હતી.

વ્યક્તિગતઆવકવેરાદાતાઓ જેમણે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી, જો તેમની આવક કરપાત્ર છે, તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવોપડશે.

31 ઓક્ટોબર આ લોકો ફાઇલ કરી શકે છે

31 ઓક્ટોબર આ લોકો ફાઇલ કરી શકે છે

પગારદાર વ્યક્તિઓએ 31મી જુલાઈ સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે, જ્યારે કોર્પોરેટ અથવા જેમને તેમના અકાઉન્ટનુંઓડિટ કરાવવાની જરૂર છે, તેઓ આકારણી વર્ષની 31મી ઓક્ટોબર સુધીમાં તેમનું રિટર્ન ફાઈલ કરી શકે છે.

આવી સ્થિતિમાં આ લોકોને 31ઓક્ટોબર સુધીમાં ITR રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડનો સામનો કરવો પડશે નહીં.

છેલ્લા દિવસે આટલા બધા રિટર્ન ફાઈલ થયા

છેલ્લા દિવસે આટલા બધા રિટર્ન ફાઈલ થયા

ઉલ્લેખનીય છે કે, વ્યક્તિગત આવકવેરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન સબમિટ કરવાની છેલ્લી તારીખ 31જુલાઈ હતી.

છેલ્લા દિવસે એટલે કે રવિવાર રાત્રે 10 કલાક સુધીમાં 63.47 લાખથી વધુ રિટર્ન જમા થયા હતા. આવકવેરા વિભાગે ITRસબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી છે.

સતત કરવામાં આવી રહી હતી વિનંતી

સતત કરવામાં આવી રહી હતી વિનંતી

વિભાગ કરદાતાઓને વિલંબિત ફીના ભારણથી બચવા માટે નિર્ધારિત સમયમાં રિટર્ન સબમિટ કરવા સતત વિનંતી કરી રહ્યું છે.

આ અગાઉ30 જુલાઈ સુધી 5.10 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.

રવિવારે ફાઈલ કરવામાં આવેલા ITR સાથે, નાણાકીય વર્ષ2021-22 માટે આવકવેરા રિટર્નની કુલ સંખ્યા 5.73 કરોડને વટાવી ગઈ છે.

English summary
ITR Last Date : Income tax return can now be filed till October 31, no penalty has to be paid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X