જીયો ફોન પર શું છે ટેરિફ પ્લાન? જાણો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોની તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ લિમિટેડને 40 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત કરેલ એજીએમમાં જીયો ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો. આમ તો જીયો ફોન જીયો ગ્રાહકો માટે ફ્રી છે પણ તેમને સિક્યોરીટી ડિપોજીટ માટે 1500 રૂપિયા આપવા પડશે. જે તેમને 3 વર્ષમાં પરત મળશે. ત્યારે જો તમે આ ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો જરા તેના નવા લોન્ચ કરેલા ટેરિફ પ્લાન વિષે પણ અહીં વિગતવાર જાણી લો. અને આ આર્ટીકલને શેયર કરવાનું ભૂલતા નથી.

153 રૂપિયાનો પ્લાન

153 રૂપિયાનો પ્લાન

મુકેશ અંબાણીએ જીયો ફોન માટે 153 રૂપિયાનો ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન એક મહિના માટે છે. જીયોના તમામ ફોનમાં અનલિમિટેડ વોઇલ કોલિંગ તો છે જ. જે તમને આ પ્લાનમાં પણ મળશે જ સાથે જ 500 એમબી ઇન્ટરનેટ ડેટા મળશે. આમ જોવા જઇએ તો તમને 1 મહિના માટે 14 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.

જીયો ફોન

જીયો ફોન

જીયો ફોનને તમે ટીવી સાથે જોઇન્ટ કરીને તમારો પસંદનો કાર્યક્રમ પણ જોઇ શકો છો. આ માટે મુકેશ અંબાણીએ 309 રૂપિયાનો ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે. આ પેક દ્વારા તમે રોજના 3-4 કલાક ટીવીના અલગ અલગ કાર્યક્રમ જોઇ શકો છો. જીયો ફોનથી ટીવીને જોડવા માટે એક ટીવી કેબલનો ઉપયોગ કરવાનો રહેશે જેથી સરળતાથી તમે આ કામ કરી શકો.

શેશે ટેરિફ

શેશે ટેરિફ

મંથલી ટેરિફના સિવાય મુકેશ અંબાણીએ બે નાના શેશે પેક પણ લોન્ચ કર્યા છે. જેમાં એકમાં તમે 54 રૂપિયા સાથે એક અઠવાડિયાની અવધિ માટે ઉપયોગમાં લઇ શકો છો. બીજું શેશે 24 રૂપિયાનું છે જેની સમયસીમા 2 દિવસની છે. આ બન્ને પેકથી પણ તમે રોજ 3-4 કલાક માટે ટીવી જોઇ શકો છો.

જીયોથી ફફડાટ

જીયોથી ફફડાટ

જીયો ફોન દ્વારા આ રીતે સસ્તો ફોન નીકાળતા આવનારા દિવસો બીજી પણ ફોન બનાવતી કંપનીઓ સસ્તા દરે વધુ ફિચરવાળા ફોન લોન્ચ કરે તેવી સંભાવના છે. જીયો ફોનનો 50 લાખ ફોન વેચવાનો ટાર્ગેટ છે. તે જોતા ફોન બનાવતી સેમસંગ, માઇક્રોમેક્સ જેવી અનેક કંપનીઓને આવનારા સમયમાં માર્કેટમાં ટકી રહેવા માટે નવી રણનીતિ બનાવવી પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

English summary
Reliance jio tariff plans for jio phone and their price.
Please Wait while comments are loading...