5 એવી નોકરી જેમાં કંઇ કામ ન કરવા છતાં મળે છે પગાર!

Written By:
Subscribe to Oneindia News

દરેક માણસ ક્યારેક તો સપનામાં વિચારે છે કે કાશ તેની પાસે તેવી નોકરી હોય જેમાં તેને કોઇ કામ ન કરવા છતાં પગાર મળે! પણ આપણને હંમેશા તેવું લાગે છે કે આવું શક્ય જ નથી. પણ દુનિયા તેવી અજાયબીથી ભરેલી છે કે તે અશક્યને પણ શક્ય બનાવી દે છે. દુનિયામાં તેવી પણ નોકરી છે જ્યાં થોડુંક જ કામ કરવા જતા પગાર મળી જાય છે. તો જો તમે પણ તેવી નોકરી વિષે વિચારો છો જેમાં મહેનત ઓછી અને પગાર ટાઇમ સર મળતો રહે તો વાંચો નીચેની આ 5 નોકરીઓ વિષે જ્યાં ઓછા કામે સારો પગાર મળે છે....

 ચોકલેટ ખાવા માટે પગાર

ચોકલેટ ખાવા માટે પગાર

ગોડિવા ચોકલેટ નામની કંપની તેના ગ્રાહકોને સારી ચોકલેટ મળે તે માટે પહેલા પોતે તેની તપાસ કરાવે છે. અહીં તમારે તપાસ કરીને ચોકલેટની સુંગધ અને સ્વાદ ચાખી જણાવાનું હોય છે કે તે આ ચોકલેટ ગ્રાહકોને ખુશ કરી શકશે કે નહીં. આ કામ માટે અહીં લોકોને નોકરી પર રાખવામાં આવે છે અને તેમને કામ માટે 30 થી 60 હજાર ડોલર પ્રતિ વર્ષ એટલે કે 18 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.

પાન્ડા સાથે મસ્તી

પાન્ડા સાથે મસ્તી

ચીનના યાન સિચુઆનમાં વિશાળ પાન્ડા સંરક્ષણ અને અનુસંધાન કેન્દ્ર આવેલું છે. જ્યાં યુવાનોને પાન્ડા સાથે સમય વ્યતિત કરવા અને તેમની દેખ રેખ રાખવા માટે સારો એવો પગાર આપવામાં આવે છે. વળી કામ સાથે જ આ ક્યૂટ ગોલું મોલું પાન્ડા જોડે રમવા પણ મળે છે. તે માટે તેમને 32 હજાર ડોલર એટલે કે 19 લાખ 51 હજાર જેટલી સેલરી આપવામાં આવે છે. વળી આવા જવાનો ખર્ચ પણ અલગથી આપવામાં આવે છે.

ડૂબકી લગાવવાની સેલરી

ડૂબકી લગાવવાની સેલરી

જો તમને તરવાનો શોખ છે તો ગોતાખોરીની જોબ સૌથી સારી છે. બ્રિટનમાં ફર્સ્ટ ચોઇઝ હોલી ડે રિસોર્ટમાં વોટર સ્લાઇડ ટેસ્ટર તરીકે દર વર્ષે યુવાઓને નોકરી પર લેવામાં આવે છે. અહીં પાણીની ક્લોલિટીની તપાસ કરવાની હોય છે. સાથે જ કેટલાક અન્ય પરીક્ષણ પણ કરવાના હોય છે. જે માટે તમને વર્ષના 30 હજાર 940 ડોલર એટલે કે 18 લાખ 84 હજાર રૂપિયા આપવામાં આવે છે.

સૂવા માટે પગાર!

સૂવા માટે પગાર!

ખરેખરમાં કોઇને સુવા માટે પણ નોકરી મળતી હોય તો શું જોયતું તું! જો તમને સુવું ગમે છે તે પણ કોઇ લક્ઝિરિયસ પલંગ પર તો તમારે સિમોન હોર્ન લિમેટેડમાં નોકરી કરવી જોઇએ. આ કંપની પોતાના પલંગ માર્કેટમાં લાવ્યા પહેલા તેની ગુણવત્તા ચકાસવા માટે લોકોને નોકરી પર રાખે છે. જેમાં તમારે 1 મહિના સુધી રોજ પથારી પર સુઇને તે કહેવાનું છે કે તમને આ પલંગ પર સૂવાથી કેવો અનુભવ થયો?

સૂટ-બૂટ માટે પગાર!

સૂટ-બૂટ માટે પગાર!

ચીનની અનેક કંપની બીજા દેશાના લોકોને પોતાને ત્યાં કંઇક અલગ પ્રકારની નોકરી કરવા માટે જાહેરાત આપે છે. આ નોકરીનું નામ છે ફેક એક્ઝિક્યૂટિવ. આ નોકરીમાં તમારે સારા કપડાં પહેરીને કંપનીની બિઝનેસ મિટિંગમાં બેસવાનું હોય છે. જેથી બહારથી આવતા લોકો પર કંપનીની સારી ઇમેજ ઊભી થાય અને બહારના લોકોને લાગે તે આ કંપનીનો વેપાર અનેક દેશોમાં ફેલાયેલો છે.

English summary
Your Dream Job With Millions Of Salary.
Please Wait while comments are loading...