For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે ઊંચા વ્યાજદરે બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની અંતિમ તક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં તેની નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન સીઆરઆરમાં એટલે કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર જાહેર કર્યો નથી. આ સાથે રિઝર્વ બેંકે એવા સંકેત પણ આપ્યા છે કે આવતાં વર્ષની શરૂઆતમાં વ્યાજના દરમાં વધારાની શકયતા છે.

આ સ્થિતિમાં બેન્કો લોન્ગ ટર્મ ડિપોઝિટમાં કાપ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે નિષ્ણાતોનું સૂચન છે કે આ વર્ષે ઊંચા વ્યાજદરો સાથે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. જે લોકો રોકાણ કરવા ઇચ્છતા હોય તેમણે જલ્દીમાં જલ્દી ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરી દેવું જોઇએ.

investment-1

વાસ્તવમાં વધારે લિક્વિડિટી થવાના લીધેથી બેન્ક ડિપૉઝિટના વ્યાજ દરોમાં કપાતનો ફેસલો કરી શકે છે. 3 વર્ષની ઊપરના ટર્મ ડિપૉઝિટ પર વ્યાજ દરોમાં કપાત સંભવ છે. હાલમાં ડીસીબી બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્ક ફિક્સ્ડ ડિપૉઝિટ પર 9.25% ના દરોથી વ્યાજ આપી રહ્યા છે. જ્યાં આઈડીબીઆઈ બેન્ક 9.1% અને કરૂર વૈશ્ય બેન્ક 9% વ્યાજ આપી રહ્યા છે. કેનરા બેન્કના તરફથી ફિક્સ્ડ ડિપૉઝિટ પર 8.8% ના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યા છે.

અન્ય બેન્કની વાત કરીએ તો એક્સિસ બેન્ક, બેન્ક ઑફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, પીએનબી અને એસબીઆઈ ફિક્સ્ડ ડિપૉઝિટ પર 8.75% ના દરથી વ્યાજ આપી રહ્યા છે.

English summary
Last chance to invest in Fixed deposit with high interest rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X