For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી મોંઘા થયા LPG સિલિન્ડર, આટલા રૂપિયા વધી કિંમત

ફરી મોંઘા થયા LPG સિલિન્ડર, આટલા રૂપિયા વધી કિંમત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સામાન્ય નાગરિકો પર ફરી મોંઘવારીનો માર પડ્યો છે. દિવાળી પહેલા સરકારે સામાન્ય નાગરિકોના ગજવાં પરનો બોજો વધારી દીધો છે. રાત્રે 12 વાગ્યાથી એલપીજી સિલિન્ડરની કિંમતી વધી ગઈ છે. સબ્સિડી વાળા રસોઈ હેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 3 રૂપિયા (2.94 રૂપિયા) અને સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિલિન્ડરને આધાર મૂલ્યમાં બદલાવ અને તેના પર વેરાના પ્રભાવથી ભાવમાં વધારો થયો છે.

જૂનથી લઈને અત્યાર સુધીમાં 6 વાર ભાવ વધ્યા

જૂનથી લઈને અત્યાર સુધીમાં 6 વાર ભાવ વધ્યા

આઈઓસી તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 14.2 કિલોની સબસિડી વાળા એલપીજી સિલિન્ડરના ભાવ બુધવારે મધ્ય રાત્રીથી 502.40 રૂપિયાથી વધીને 505.34 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ જશે. સબસિડી વાળા રસોઈ ગેસ સિલિન્ડર પર જૂન મહિનાથી અત્યાર સુધીમાં 6 વાર ભવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી કિંમતો 14.13 રૂપિયા વધી ગઈ છે.

સબ્સિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો

સબ્સિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો

જ્યારે વાત કરીએ સબ્સિડી વિનાના એલપીજી સિલિન્ડરની તો તેમાં પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ભાવ વધારા બાદ સબ્સિડી વિનાનો સિલિન્ડર 880 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ ગ્રાહકોના ખાતામાં હસ્તાંતરિત થનાર સબસિડી નવેમ્બર 2018થી વધારીને 433.66 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે, જે ઓક્ટોબર મહિનામાં 376.60 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર હતી.

વિદેશી મુદ્રા વિનિમય દર મુજબ એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કિ થાય છે

વિદેશી મુદ્રા વિનિમય દર મુજબ એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કિ થાય છે

જણાવી દઈએ કે સરેરાસ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દર મુજબ એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કી થાય છે, જેના આધાર પર સબસિડીની રાશિમાં પણ દર મહિને બદલાવ આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય છે તો સરકાર વધુ સબસિડી આપે છે, પરંતુ વેરાના નિયમો મુજબ રસોઈ ગેસ પર માલ અને સેવાકર (જીએસટી)ની ગણતરી ઈંધણને બદલે બજાર મૂલ્ય પર જ નક્કી કરવામાં આવે છે.

દિવાળી પહેલા સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 6 વર્ષના ઉંચા સ્તરે પહોંચ્યુંદિવાળી પહેલા સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 6 વર્ષના ઉંચા સ્તરે પહોંચ્યું

English summary
subsidized lpg cylinders cost 3 rupees without subsidized cylinders up to rs 60
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X