નેનોને સૌથી સસ્તી કાર કહેવી ભૂલ હતી: રતન તાતા

સાથે રતન તાતાએ માન્યું કે નેનોને દુનિયાની સૌથી સસ્તી કાર તરીકે પ્રચારિત કરવી એ તેની નિષ્ફળતાનું એક કારણ છે. તેને સૌથી સસ્તી કારના બદલે એ કરોડો લોકો માટે સૌથી સુરક્ષિત કાર કહેવી જોઇતી હતી જે લોકો ટૂ વ્હિલર પર બે કરતા વધારે લોકોની સાથે મુસાફરી કરે છે.
તાતા મોટર્સની નાની કાર નેનોને લઇને રતન તાતાએ જણાવ્યું કે નેનોની માર્કેટિંગ એ પ્રકારે ના થઇ શકી જે પ્રમાણે તેઓ ઇચ્છતા હતા. નેનોની માર્કેટિંગ 2 વ્હીલરના મુકાબલે કરવી જોઇતી હતી. નેનોને સસ્તી અને સુરક્ષિત સવારી તરીકે ખૂબ સારી રીતે રજૂ કરવી જોઇતી હતી.
તાતાએ જણાવ્યું કે નેનોમાં કેટલાંક ફેરફાર કરીને ફરીથી લૉંચ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સાથે જ તેમણે સ્વીકાર્યું કે ભારતની બહાર નેનોને લૉંચ કરવાની યોજના છે, પરંતુ તેમણે આના માટે કોઇ સમયસીમાં બતાવી નથી.
રતન તાતાએ પણ જણાવ્યું કે કોરસ ડીલ કેટલીક હદ સુધી મોંઘી રહી પરંતુ આર્થિક સ્થિતિથી ગડબડ થઇ. જોકે કોરસ ડીલથી યૂરોપ અને અમેરિકાના બજારમાં પકડ બનાવવાની તક મળી. સાથે જ કોરસ ડીલથી તાતા સ્ટીલની ક્ષમતા 50 લાખ ટનથી વધીને 2 કરોડ ટન થઇ છે.












Click it and Unblock the Notifications
