For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાંથી છૂટ મળી શકે છે

આ વખતે બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાંથી છૂટ મળવાની સંભાવના છે. સ્વર્ણ જાતિઓને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણમાં છૂટ આપ્યા પછી હવે સરકાર મિડલ ક્લાસને રાહત આપવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

આ વખતે બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાંથી છૂટ મળવાની સંભાવના છે. સ્વર્ણ જાતિઓને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણમાં છૂટ આપ્યા પછી હવે સરકાર મિડલ ક્લાસને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ટાઈમ્સ નાઉ રિપોર્ટ અનુસાર નાણાં મંત્રાલય અંતરિમ બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાં છૂટ આપવાની વાતચીત કરી રહ્યું છે. તેને કારણે નોકરિયાત વર્ગને રાહત મળી શકે છે. સરકાર બજેટમાં કંઈક એવું લાવી શકે છે જેથી મિડલ ક્લાસના હાથમાં વધારે પૈસા બચત થઇ શકે.

income tax

રિપોર્ટ અનુસાર તેના હેઠળ ઈન્ક્મ ટેક્સમાં સેવિંગ લિમિટ વધારવા પર વિચારણા થઇ રહી છે. તેની સાથે મિડલ ક્લાસ અને પેંશનરને ટેક્સમાં છૂટ આપવા પર પણ વિચાર થઇ રહ્યો છે. નાણાં મંત્રાલય હાઉસિંગ હોનમાં વ્યાજદરમાં પણ છૂટ આપી શકે છે.

આ પણ વાંચો: મોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન

જો સેવિંગ લિમિટ વધારવામાં આવે તો તેનાથી ઘરેલુ બચત વધશે. બજેટમાં સરકાર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં પણ બદલાવ કરી શકે છે. આ મુદ્દે ટેક્સ વિભાગ અને નાણાં મંત્રાલય વચ્ચે વાતચીત થઇ રહી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ખબર આવી હતી કે બજેટમાં ટેક્સ મુદ્દે પ્રાવધાન આવી શકે છે.

આ પણ વાંચો: ઇ-કૉમર્સ કંપનીઓને સરકારની શરત મંજૂર નથી

તેના સિવાય સરકારે જીએસટી ઘ્વારા વેપારીઓને રાહત આપી છે. જયારે ખેડૂતો માટે પણ રાહતની વાતચીત ચાલી રહી છે.

English summary
Middle Class May Get Income Tax Concessions In Interim Budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X