For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂધની કિંમત લિટર દીઠ 2 રૂપિયા વધી શકે છે, જાણો કારણ

ટૂંક સમયમાં દૂધની કિંમત વધી શકે છે. જી હા દૂધ, આઈસ્ક્રીમ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં મોંઘા થઇ શકે છે કારણકે તેના ઉત્પાદનના ઘટાડાને લીધે દૂધની કિંમત લિટરદીઠ 1-2 રૂપિયા સુધી વધી શકે છે.

|
Google Oneindia Gujarati News

ટૂંક સમયમાં દૂધની કિંમત વધી શકે છે. જી હા દૂધ, આઈસ્ક્રીમ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં મોંઘા થઇ શકે છે કારણકે તેના ઉત્પાદનના ઘટાડાને લીધે દૂધની કિંમત લિટરદીઠ 1-2 રૂપિયા સુધી વધી શકે છે. હકીકતમાં CRISIL ની રિપોર્ટ મુજબ સ્કિમ્ડ દૂધ ઉત્પાદનમાં ઘટાડો અને માંગમાં વધારો થવાને લીધે દૂધના ભાવમાં વધારો થઈ શકે છે. જો કે, આગામી ક્વાર્ટરથી વધેલી કિંમતો લાગુ થશે. એ વાતથી પણ અવગત કરાવી દઈએ કે માખણ, દહીં, ઘી અને ફ્લેવર્ડ મિલ્ક જેવા અન્ય ડેરી ઉત્પાદનો પણ દૂધના ભાવમાં વધારો થવાથી મોંઘા થઇ શકે છે. જો કે, અમુલ અને મધર ડેરીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.

milk

ભાવ વધવા પાછળ આ કારણ છે

ઉત્પાદનમાં ઘટાડો થવાને લીધે દૂધ, આઈસ્ક્રીમ અથવા અન્ય ડેરી ઉત્પાદનો ટૂંક સમયમાં મોંઘા થઇ શકે છે, દૂધની કિંમત લિટરદીઠ 1-2 રૂપિયા સુધી વધી શકે છે. રિપોર્ટ અનુસાર 2019-20 માં દૂધના ઉત્પાદનમાં 3 થી 4 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. અને દૂધના વપરાશમાં 6-7% નો વધારો થવાથી પણ દૂધના ભાવમાં વધારો થશે.

2017 માં દૂધની કિંમત 1 રૂપિયા પ્રતિ લિટર વધી હતી

તમને જણાવી દઈએ કે 2017 માં દૂધના ભાવમાં વધારો થયો હતો. જી હા, 2017 માં દૂધના ભાવમાં 1 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો હતો. CRISIL ના અહેવાલ મુજબ, આ કારણે સ્કિમ્ડ મિલ્કના સ્ટોક્સ ટૂંક સમયમાં જ પૂરા થવાની સંભાવના છે. સમગ્ર દુનિયામાં સ્કિમ્ડ મિલ્કના ભાવમાં આશરે 20% નો વધારો થયો છે. જ્યારે માર્ચ 2018 ના અંતમાં સ્કિમ્ડ મિલ્કનો 3 લાખ ટનનો સ્ટોક હતો. પરંતુ આ સ્ટોકમાં હવે 25 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.

આ પણ વાંચો: ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો

જો કે, પશુપાલનમાં વધુ ખર્ચ થવાના કારણે, હવે લોકો પશુપાલનમાં રોકાણ કરતા નથી. આના કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. આ ઉપરાંત ડેરી પેદાશોના યોગ્ય બજાર મૂલ્યના અભાવને કારણે પણ આ વ્યવસાયમાં હવે ઓછો નફો છે.

English summary
Milk Price Will May Get Costlier Soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X