For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો

નોટબંધી બાદ હાલમાં જ જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે તે અનુસાર કેશનો ઉપયોગ વધ્યો છે

|
Google Oneindia Gujarati News

વર્ષ 2016માં જ્યારે નોટબંધીનું એલાન કરવામાં આવ્યુ હતુ તો તેની પાછળનું સૌથી મોટુ કારણ એ હતુ કે લોકોને કેશના ઉપયોગથી રોકવામાં આવે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવે. પરંતુ નોટબંધી બાદ હાલમાં જ જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે તે અનુસાર કેશનો ઉપયોગ વધ્યો છે. તમને જણાવી દઈએ કે નોટબંધી પહેલા 4 નવેમ્બર 2016ના રોજ કુલ 17.97 લાખ કરોડ રૂપિયાના કેશ લોકો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ 15 માર્ચના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર 17.97 લાખ કરોડ રૂપિયાનો લોકો ઉપયોગ કરી રહ્યા છે.

આરબીઆઈએ જાહેર કર્યા આંકડા

આરબીઆઈએ જાહેર કર્યા આંકડા

મહત્વની વાત એ છે કે છેલ્લા અમુક સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે તેમછતાં કેશના ઉપયોગમાં ઘટાટો થયો નથી. પહેલા જ્યાં ત્રણ લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતા હતા તે માર્ચ 2018માં વધીને 18.29 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ આંકડા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જાહેર કરવામાં આવ્યા છે. 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ બાદ કેશનો ઉપયોગ જાન્યુઆરી 2017માં 9 લાખ રૂપિયા થઈ ગયા હતા.

ચૂંટણીના કારણે થયો વધારો

ચૂંટણીના કારણે થયો વધારો

નોટબંધી બાદ આરબીઆઈ સતત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહ્યુ છે જેનાથી કેશના ઉપયોગમાં ઘટાડો લાવી શકાય છે પરંતુ તેમછતાં કેશના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. આનુ એક મોટુ કારણ છે લોકસભા ચૂંટણી. માનવામાં આવી રહ્યુ છે કે આવનારા સમયમાં કેશના ઉપયોગમાં હજુ વધારો જોવા મળ્યો. બેંક કર્માનું કહેવુ છે કે ચૂંટણી પહેલા કેશનો ઉપયોગ વધી જાય છે.

તહેવારમાં વધે છે કેશનો ઉપયોગ

તહેવારમાં વધે છે કેશનો ઉપયોગ

આટલુ જ નહિ તહેવારના પ્રસંગે પણ કેશના ઉપયોગમાં વધારો જોવા મળે છે. લોકો સોનુ, ગાડી સહિત તમામ વસ્તુઓની ખરીદી માટે કેશનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે કેશના ઉપયોગમાં વધારો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાના લગભગ બધી નોટ પાછી બેંકમાં આવી ગયા હતી. આરબીઆઈમાં કુલ 15.417 લાખ કરોડ રૂપિયા થયા હતા.

એટીએમથી નિકાસ વધી

એટીએમથી નિકાસ વધી

આરબીઆઈનું કહેવુ છે કે 2017-18ની તુલનામાં રિટેલ ચૂકવણીમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. રિટેલ ચૂકવણીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એટીએમ દ્વારા કેશની લેવડ-દેવડમાં પણ વધારો જોવા મળ્યો છે. આ જાન્યુઆરી 2017માં 200648 કરોડ રૂપિયા હતા. ડેબિટ કાર્ડ દ્વારા એટીએમથી 295783 કરોડ રૂપિયા જાન્યુઆરી 2018માં કાઢવામાં આવ્યા હતા. વળી જાન્યુઆરી 2019માં 316808 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.

આ પણ વાંચોઃ ચીનઃ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં અત્યાર સુધી 47ના મોત, 640 ઘાયલઆ પણ વાંચોઃ ચીનઃ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં અત્યાર સુધી 47ના મોત, 640 ઘાયલ

English summary
Cash in circulation increases after demonetisation 19.1 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X