For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી ઇફેક્ટ : સેન્સેક્સે લાઇફટાઇમ હાઇ 24000ની સપાટી વટાવી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 મે : શેરબજારમાં નરેન્દ્ર મોદીની અસરથી સડસડાટ તેજી જોવા મળી છે. એક્ઝિટ પોલ ઇફેક્ટને પગલે આજે બજાર ખુલતાની સાથે જ સકારાત્મક માહોલમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે.

સેન્સેક્સ 320 અંક ઉછળીને 23871 પર જ્યારે નિફ્ટી 94 અંક વધીને 7109 પર બંધ રહ્યા. સતત ત્રીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ સાથે બંધ રહ્યા છે. આ પહેલા સેન્સેક્સે 24000ની સપાટી વટાવી હતી. બપોરે બાર વાગે સેન્સેક્સે 517.94ના ઉછાળા સાથે 24,068.94ને પાર ગયો હતો. આ જ સમયે નિફ્ટીએ પણ 151.50 પોઇન્ટના ઉછાળા સાથે 7,165.75ની સપાટી વટાવી. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 1,206 પોઇન્ટ વધ્યો છે.

bse-sensex

રિલાયન્સ, એસબીઆઈ, આઇસીઆઇસીઆઇ, NTPC, ONGC, લાર્સન એન્ડ ટર્બો, આઇટીસી, મારુતી સુઝુકી અને ઇન્ફોસીસના શેરોએ કમાણી કરાવી. આ પૂર્વે સવારે 9.20 વાગ્યે નિફ્ટી 59.40 પોઇન્ટના ઉછાળા સાથે 7,073.65ની સપાટીએ પહોંચ્યો હતો. જે 0.85ની મજબૂતાઈથી વધ્યો. ત્યાર બાદ તે વધીને સૌથી વધુ 7,116.20 અને સૌથી ઓછી 7,067.15ની સપાટી પર ટ્રેડ થયો.

જ્યારે બીએસઈનો સેન્સેક્સ 240.41ના ઉછાળા સાથે 23,791.41ની નવી સપાટીએ પહોંચ્યો હતો. જે બાદ સેન્સેક્સ 23,921.91ની સર્વોચ્ચ સપાટીએ જ્યારે આજની સૌથી ઓછી 23,729.25 ની સપાટીએ ટ્રેડ થયો. સોમવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએના બહુમત મળે તેવા સ્પષ્ટ સંકેતોને પગલે શેરબજાર ઉંચકાયું છે.

English summary
BSE Sensex hits life high above 24000 after exit polls showend NDA will form government and Narendra Modi become PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X