ભીમ એપથી કેવી રીતે કરશો કમાણી,જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધાર પેની શરૂઆત કરવાની સાથે જ આ એપથી કેવી રીતે પૈસા તમે કમાઇ શકશો તેનો રીત પણ જણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આ એપ દ્વારા દેશનો કોઇ પણ વ્યક્તિ પૈસા કમાઇ શકે છે. સાથે જ ભષ્ટ્રાચાર વિરુદ્ધ પોતાની લડાઇ પણ ચાલુ રાખી શકે છે. પીએમ મોદીએ તે પણ કહ્યું કે જે પણ વ્યક્તિ આ એપને આગળ વધારવા માટે સરકારની મદદ કરશે તેને પણ ફાયદો થશે. કેવી રીતે વિગતવાર જાણો અહીં...

modi

પીએમ મોદીએ જણાવ્યું કે જો કોઇ વ્યક્તિ આ એપથી કોઇ અન્ય વ્યક્તિને જોડે છે તો તેને 10 રૂપિયા આપવામાં આવશે. અને જો કોઇ વેપારી આ એપને આગળ વધારે છે તો તેને 25 રૂપિયા મળશે. તમને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતીના દિવસે આધાર પેની શરૂઆત કરી હતી. જેની મદદથી ખાલી અંગૂઠો બતાવી તમે ચૂકવણી કરી શકો છો. તે માટે આધાર નંબર પણ જરૂરી છે. અને આ આધાર નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોવો જોઇએ. જેના દ્રારા તમારી ચૂકવણી થશે.

English summary
Narendra modi given the formula how to earn money by using bhim app.
Please Wait while comments are loading...