દેશના દરેક નાગરિકને મળશે ફ્રી પગાર, મોદી સરકારની નવી યોજના

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રની મોદી સરકારે દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. હવે આ જ શ્રેણીમાં મોદી સરકાર એક નવી યોજના લઇને આવી છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને એક ફિક્સ પગાર આપવામાં આવશે, પછી ભલે તે રોજગારી સાથે જોડાયેલો હોય કે બેરોજગાર હોય. કેન્દ્ર સરકારે આ યોજનાને 'યૂનિવર્સલ બેઝિક ઇન્કમ'નું નામ આપ્યું છે.

બજેટમાં થઇ શકે છે યોજનાની જાહેરાત

બજેટમાં થઇ શકે છે યોજનાની જાહેરાત

સૂત્રો અનુસાર નોટબંધી બાદ હવે મોદી સરકાર દેશભરમાં યૂનિવર્સલ બેઝિક ઇન્કમની યોજના લાગૂ કરવા જઇ રહી છે. મોદી સરકારના આ નિયમ હેઠળ દરેક નાગરિકને આવકના રૂપે એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. સમાચાર પોર્ટલ નવભારત ટાઇમ્સના સૂત્રોની જાણકારી પરથી લખાયેલા અહેવાલ અનુસાર, આર્થિક સર્વે અને જનરલ બજેટ દરમિયાન આ યોજનાની જાહેરાત થઇ શકે છે.

જરૂરિયાતવાળા માટે જ છે સ્કિમ

જરૂરિયાતવાળા માટે જ છે સ્કિમ

જો કે, કેટલાક લોકોનું કહેવું છે કે મોદી સરકારની આ સ્કિમ દેશના બધા લોકો માટે નહીં, પરંતુ માત્ર કેટલાક જરૂરિયાતવાળા લોકો માટે જ છે. જે લોકો પાસે કમાણીનું કોઇ સાધન નથી તેવા લોકો માટે જ મોદી સરકાર આ યોજના લાગૂ કરશે.

20 કરોડ લોકોને ફાયદો

20 કરોડ લોકોને ફાયદો

કહેવામાં આવી રહ્યું છે કે, આ યોજના હેઠળ શરૂઆતમાં દરેક ખાતામાં 500 રૂ. ઉમેરવાની યોજના છે. આ યોજનાથી દેશના 20 કરોડ લોકોને ફાયદો થશે, જેમને પૈસાની ખરી જરૂરિયાત છે.

લંડનની યૂનિ.ના પ્રોફેસરે તૈયાર કરી છે સ્કિમ

લંડનની યૂનિ.ના પ્રોફેસરે તૈયાર કરી છે સ્કિમ

આ પ્રસ્તાવ લંડન યૂનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટૈંડિંગ એ તૈયાર કર્યો છે. જિનીવા સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકાર સાથે જોડાયેલા એક જવાબદાર વ્યક્તિએ ખાતરી સાથે કહ્યું હતું કે, બજેટમાં આ યોજનાની જાહેરાત થઇ શકે છે. પ્રોફેસર ગાયે સંકેત આપ્યો હતો કે, સરકાર આ યોજના ફેઝ વાઇઝ લાગુ કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, સરકારે મધ્ય પ્રદેશની એક પંચાયતમાં પાયલોટ પ્રૉજેક્ટ તરીકે આવી એક સ્કિમ પર કામ કર્યું હતું, જ્યાં આ સ્કિમના ઘણા સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.

સરકાર પાસે છે પર્યાપ્ત ફંડ

સરકાર પાસે છે પર્યાપ્ત ફંડ

પ્રો. ગાય સ્ટૈંડિંગનું કહેવું છે કે, આ યોજના લાગૂ કરવા માટે મોદી સરકાર પાસે પર્યાપ્ત ફંડ છે. આ યોજના દેશ આખામાં લાગૂ કરચાં જીડીપીનો ખર્ચ 3થી 4 ટકા જેટલો આવશે. વર્તમાન સમયમાં સરકાર સબસિડી પર 4થી 5 ટકા જીડીપી ખર્ચ કરી રહી છે. શક્ય છે કે આ યોજના શરૂ કર્યાં બાદ વિભિન્ન સબસિડી બંધ કરાવામાં આવે. પ્રો. ગાય સ્ટૈંડિંગનું કહેવું છે કે, સબસિડી અને અુદાન સાથે-સાથે ન ચાલી શકે.

ત્રણ સ્થળોએ લાગુ કરવામાં આવી હતી સ્કિમ

ત્રણ સ્થળોએ લાગુ કરવામાં આવી હતી સ્કિમ

પ્રો. સ્ટૈંડિંગે આગળ જણાવ્યું હતું કે, સરકાર જાન્યૂઆરીના અંતે એક રિપોર્ટ જાહેર કરશે, જેમાં આ યોજના અંગે માહિતી આપવામાં આવશે. આ યોજનાને દેશભરમાં લાગૂ કરતાં પહેલાં સરકારે ત્રણ સ્થળોએ આ યોજના લાગૂ કરી હતી. વર્ષ 2010માં મધ્ય પ્રદેશની એક પંચાયતમાં આ યોજના લાગૂ કરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામો મળતાં આ યોજના મધ્ય પ્રદેશની અન્ય એક પંચાયતમાં અને ત્યાર બાદ પશ્ચિમ દિલ્હીના એક વિસ્તારમાં લાગૂ કરવામાં આવી. પાયલટ પ્રોજક્ટના ભાગ તરીકે આ ત્રણેય સ્થળોએ પુરૂષ અને મહિલાઓને 500 રૂ. અને બાળકોને 150 રૂ. આપવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્થળોએ આ યોજનાના ખૂબ સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.

English summary
After Noteban, Modi Govt Set to Start Universal Basic Income For All Citizens.
Please Wait while comments are loading...