હવે મોદી સરકારનો હુમલો ઝેલવા તૈયાર રહે ગીતા ગોપીનાથઃ IMFના જીડીપી પર અનુમાન પર ચિદમ્બરમ
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)એ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 4.8 ટકા કરી દીધુ છે. આઈએમએફએ 2021માં વિકાસ દર 6.5 ટકા રહેવાનુ અનુમાન લગાવ્યુ હતુ. વળી, આ અનુમાન બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે હવે મોદી સરકારના મંત્રી આઈએમએફ અને મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ પર નિશાન સાધશે.

મોદી સરકારના મંત્રીઓના હુમલા
IMFના જીડીપી અનુમાન પર પી ચિદમ્બરમે કહ્યુ, ‘નોટબંધીની ટીકા કરનારામાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ પણ એક હતા. મને લાગે છે કે આપણે આઈએમએફ અને ગીતા ગોપીનાથ પર મોદી સરકારના મંત્રીઓના હુમલા માટે પોતાને તૈયાર કરવા જોઈએ. તેમણે કહ્યુ કે તમામ કોશિશો છતાં જીડીપી 4.8 ટકા રહેશે અને એ પણ ઘટી જાય તો નવાઈ નહિ.'
|
ભારતની જીડીપી વિશે અનુમાન ઈશ્યુ કર્યુ
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે એક વાર ફરીથી ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય જીડીપી ગ્રોથના અનુમાનને 160 આધાર પોઈન્ટ એટલે કે 1.6 ટકા ઘટાડી દીધુ છે. સાથે નાણાકીય વર્ષ 2020-21 માટે પણ જીડીપી ગ્રોથનુ અનુમાન 120 આધાર પોઈન્ટ એટલે કે 1.20 ટકા ઘટાડીને 7 ટકાથી 5.8 ટકા કરી દીધુ છે. આઈએમએફ એ દાવોસમાં ચાલી રહેલ વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન ભારતની જીડીપી વિશે અનુમાન જારી કર્યુ છે.

ગીતા ગોપીનાથે ભારતને ગણાવ્યુ જવાબદાર
આ પહેલા આઈએમએફે ચાલુ નાણાકીય વર્ષમાં 6.1 ટકા વધારાનુ અનુમાન ઈશ્યૂ કર્યુ હતુ. આઈએમએફની વર્લ્ડ ઈકોનૉમિક આઉટલુક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના બિનબેંકિંગ નાણાકીય સેક્ટરમાં મુશ્કેલીઓના કારણે ઘરેલુ માંગ ઝડપથી ઘટી છે અને દેવાની વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યુ હતુ કે મુખ્ય રીતે બિન બેંકિંગ નાણાકીય ક્ષેત્રમાં નરમાઈ અને ગ્રામીણ ક્ષેત્રની આવકમાં નબળી વૃદ્ધિના કારણે ભારતનુ આર્થિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ Union Budget 2020: મોદી સરકારના આ બજેટથી મધ્યમ વર્ગની આશાઓ