For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો ઝાટકોઃ મૂડીજે GDPનું અનુમાન 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કર્યું

મોટો ઝાટકોઃ મૂડીજે GDPનું અનુમાન 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રેડિટ રેટિંગ એન્સી મૂડીજે ઈન્વેસ્ટર્સ સર્વિસે નાણાકીય વર્ષ 2020માં ભારતના ગ્રોથ રેટના પોતાના પહેલા અનુમાનને ઘટાડીને 2.5 ટકા કર્યું છે. મૂડીજે પહેલા જીડીપી 5.3 ટકા રહેવાનું અનુમાન જતાવ્યું હતું. કોરોના વાયરસ સંકટને લઈ મૂડીઝનું કહેવું છે કે આનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગશે. જેનો પ્રભાવ ભારત પર પણ પડશે, જેનાથી અર્થવ્યવસ્થા ઘણી ધીમી થઈ જશે.

અવરજનવર પર રોક લાગી

અવરજનવર પર રોક લાગી

કોરોના વાયરસને પગલે દુનિયાભરમાં અવરજનવર પર રોક લાગી ગઈ છે, જેને પગલે કારોબારની આર્થિક લાગત વધી છે. જેને પગલે દુનિયાના મોટાભાગના દેશોનો વૃદ્ધિ દર ઘટવાનું અનુમાન છે. મૂડીઝનું વર્ષ 2019માં ભારતની આર્થિક વૃદ્ધિ દર 5 ટકા રહેવાનું અનુમાન છે. મૂડજે પોતાના ગ્લોબલ મૈક્રો આઉટલુક 2020-21માં કહ્યું કે અનુમાનિત વૃદ્ધિ દરના હિસાબે ભરતમાં 2020માં આવકમાં તેજીથી ગિરાવટ નોંધાઈ શકે ચે. જેનાથી 2021માં ઘરેલૂ માંગ અને આર્થિક સ્થિતિમાં સુધારાનો દર પહેલાથી વધુ પ્રભાવિત થઈ શકે છે. મૂડીઝે કહ્યું કે ભારતમાં બેંકો અને બિનબેંકિંગ નાણાકીય કંપનીઓ પાસે રોકડ ધનની ભારી કમીને પગલે ભારતમાં લોન હાંસલ કરવાને લઈ પહેલેથી જ સમસ્યાઓ ચાલી રહી છે.

દુનિયાભરની અર્થવ્યવસ્થા ઘટશે

દુનિયાભરની અર્થવ્યવસ્થા ઘટશે

દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા કેટલાય હજાર થઈ ચૂકી છે. મૂડીજે કહ્યું કે 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પણ સંકુચન થશે અને તેમાં 2021 દરમિયાન તેજી જોવા મળી શકે છે. મૂડીજે પોતાના વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને પણ સંશોધિત કર્યા ચે. મૂડીજ મુજબ 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થાના વાસ્તવિક જીડીપીમાં 0.5 ટકાની કમી આવશે, જ્યારે કોરોના વાયરસ સંકટથી પહેલા પાછલા વર્ષે નવેમ્બરમાં મૂડીજે વૈશ્વિક અર્થવ્યવસ્થાના 2020માં 2.6 ટકાના દરથી વધવાનું અનુમાન જતાવ્યું હતું.

એસબીઆઈ ઈકૈપે પણ અનુમાન ઘટાડ્યું

એસબીઆઈ ઈકૈપે પણ અનુમાન ઘટાડ્યું

અગાઉ ગુરુવાે આવેલ એસબીઆઈ રિસર્ચનો રિપોર્ટ ઈકોરૈપ મુજબ 2019-20માં જીડીપી વૃદ્ધિ દર પણ 5 ટકાથી ઘટી 4.5 ટકા રહી શકે છે. જેનું કારણ ચાલૂ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 2.5 ટકા રહેવાનું અનુમાન છે.

બધાને નહિ મળે EMIમાં રાહત, જાણો RBI ગવર્નરના નિર્દેશોમાં શું છે લોચોબધાને નહિ મળે EMIમાં રાહત, જાણો RBI ગવર્નરના નિર્દેશોમાં શું છે લોચો

English summary
Moody Investors Service reduced India GDP estimate to half
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X