MSME સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 5 કરોડ નવી નોકરી પેદા થશે- ગડકરી

MSME સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 5 કરોડ નવી નોકરી પેદા થશે- ગડકરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને તોડી નાખી છે. સરકાર હવે તેને પાટા પર લાવવા માટે દરેક સેક્ટરને મજબૂત કરવા પર કામ શરૂ કરી ચૂકી છે. સ્વાવલંબન ઈ સમિટ 2020માં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આપણા દેશમાં વિકાસના મામલે MSME સેક્ટરનું જબરું યોગદાન છે. હજી જીડીપી ગ્રોથ રેટમાંથી 30 ટકા આવક MSME સેક્ટરથી થાય છે. એક્સપોર્ટના મામલે 48 ટકા યોગદાન MSMEનું રહે છે. અત્યાર સુધી આ સેક્ટરમાં અમે 11 કરોડ નોકરી પેદા કરી છે.

nitin gadkari

તેમણે આગળ કહ્યું કે મારો વિશ્વાસ અને વિચાર છે કે આગામી પાંચ વર્ષમાં તેને વધારી ઓછામાં ઓછા 30 ટકા ગ્રોથ રેટને 50 ટકા, 40 ટકા નિકાસને 60 ટકા કરીએ અને 5 કરોડ નવી નોકરીઓ પેદા કરીએ. નૉન રજિસ્ટર ઉદ્યોગોને MSMEs ના લાભ પ્રાપ્ત કરવા માટે માઈક્રો ઉદ્યોગો અંતર્ગત ખુદને રજિસ્ટર કરવાની જરૂરત છે. અમે નાના વેપારીઓને પણ કવર કરવાની પ્રક્રિયામાં છીએ. આવા લોકોને રજિસ્ટર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અમને બિન સરકારી સંગઠનોના મદદની જરૂરત છે.

જણાવી દઈએ કે કોરોના સંકટથી નિપટવા માટે 20 લાખ કરોડના રાહત પેકેજના એલાનમાં સૌથી વધુ રાહત MSMEs સેક્ટરને જ આપવામાં આવી છે. જે અંતર્ગત MSMEs ને કોઈપણ ગેરેન્ટી વિના 3 લાખ કરોડની લોનની સુવિધા આપવામાં આવી છે. જેનાથી 45 લાખ MSMEs ને ફાયદો થઈ રહ્યો છે. નિતિન ગડકરીએ કહ્યું હતું કે MSMEs 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X