For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: એક દેશની GDP જેટલી થઇ ગઇ છે અંબાણીની સંપત્તિ! વધુ વાંચો

ફોર્બ્સના લિસ્ટમાં ફરી મુકેશ અંબાણી આવ્યા, જાણો તેમની અને અન્ય બિઝનેસમેનની સંપત્તિ.

|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે કોઇ પણ નાનામાં નાના દેશની જીડીપી પણ લાખો કરોડો રૂપિયાની હોઇ શકે છે. જે ત્યાં રહેતા કરોડો લોકોની આવક અને વેપાર પર નિર્ભર કરે છે. અને તે કોઇ પણ દેશની પ્રગતિ અને વ્યવસ્થાને બતાવે છે. પણ ત્યારે હવે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ એટલી વધી ગઇ છે કે તે હવે કોઇ એક દેશની જીડીપી જેટલી થઇ ગઇ છે. મુકેશ અંબાણી એકલાની સંપત્તિ એસ્ટોનિયા નામના દેશની જીડીપી જેટલી થઇ ગઇ છે. વધુ વાંચો અહીં....

અમેરીકી અરબપતિઓના લિસ્ટમાં પણ ભારતીયો છવાયા, જાણો કોણ?અમેરીકી અરબપતિઓના લિસ્ટમાં પણ ભારતીયો છવાયા, જાણો કોણ?

કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ?

કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ?

મુકેશ અંબાણી નવમી વખત દુનિયાના સૌથી પૈસાદાર લોકોની યાદીમાં સમાવિષ્ઠ થયા છે. અને તેમની સંપત્તિ હવે 22.7 અરબ ડોલર એટલે કે 1,52,090 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે યુરોપ સ્થિત એક દેશ એસ્ટોનિયાના જીડીપી જેટલી છે.

અજીમ પ્રેમજી

અજીમ પ્રેમજી

જાણીતા મેગેઝિન ફોર્બ્સે ભારતના સૌથી વધુ ધનાઢ્ય 100 લોકોની યાદી જાહેર કરી છે. જેમાં વિપ્રોના અજીજ પ્રેમજી પણ આવે છે. જેમની કુલ સંપત્તિ 15 અરબ ડોલર એટલે કે 100500 કરોડ રૂપિયા છે. અને તે દેશના ચોથા સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે. નોંધનીય છે કે, આ સંપત્તિ મોઝાંબિક ની જીડીપી જે 14.7 અરબ ડોલર છે તેના કરતા પણ વધુ છે.

દિલીપ સાંધવી

દિલીપ સાંધવી

આ લિસ્ટમાં દિલિપ સંધવીનું નામ પણ મોખરે છે. તેમની કુલ સંપત્તિ 16.9 અરબ ડોલર છે. હિંદુજા પરિવારની કુલ સંપત્તિ 15.2 અરબ ડોલર છે. જે દેશનું ત્રીજા નંબરનું સૌથી પૈસાદાર પરિવાર છે. તો પાલોનજી મિસ્ત્રી પાંચમા નંબરે છે જેમની કુલ સંપત્તિ 13.90 અરબ ડોલર છે.

રિયોના ખર્ચ કરતા પણ વધુ સંપત્તિ

રિયોના ખર્ચ કરતા પણ વધુ સંપત્તિ

ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે દેશના પાંચ સૌથી પૈસાદાર વ્યક્તિઓની કુલ આવક 83.7 અરબ ડોલર છે. જે રકમ મંગલયાનને આકાશમાં પહોંચાડવા કરતા પણ વધારે છે. અને રિયા ઓલમ્પિકના ખર્ચા કરતા પણ 18 ટકા વધુ છે.

10 ટકા વધી સંપત્તિ

10 ટકા વધી સંપત્તિ

આંકડાઓ મુજબ આ તમામ 100 પૈસાદાર વ્યક્તિઓની આવકમાં 10 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જે હવે 381 અરબ ડોલર થઇ ગઇ છે. જે 2015માં 345 ડોલર હતી.

આચાર્ય બાલકૃષ્ણજી પણ છે લિસ્ટમાં

આચાર્ય બાલકૃષ્ણજી પણ છે લિસ્ટમાં

ફોર્બ્સના આ લિસ્ટની ખાસ વાત તે છે કે તેમાં ફિલ્પકાર્ટના સચિન અને બિન્ની બંસલ આ વખતે બહાર થઇ ગયા છે. અને પતાંજલિ ફેમ આચાર્ય બાલકૃષ્ણ આ લિસ્ટમાં જોડાઇ ગયા છે.

English summary
Mukesh Ambani becomes richest man of India for ninth time says forbes list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X