For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીએ માન્યુ દેશમાં છે આર્થિક મંદી, આપ્યુ આ મોટુ નિવેદન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ માન્યુ છે કે દેશની અર્થવ્યવસ્થા સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ માન્યુ છે કે દેશની અર્થવ્યવસ્થા સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહી છે. અબજપતિ ભારતીય ઉદ્યોગપતિએ કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તી અસ્થાયી છે અને મોદી સરકાર દ્વારા છેલ્લા અમુક સમયમાં ઉઠાવાયેલા પગલાથી આવનારા ત્રિમાસિક ગાળામાં આના વલણને પલટવામાં મદદ મળશે.

ભારતમાં આર્થિક સુસ્તી પરંતુ તે અસ્થાયીઃ અંબાણી

ભારતમાં આર્થિક સુસ્તી પરંતુ તે અસ્થાયીઃ અંબાણી

સઉદી અરબમાં યોજાનાર વાર્ષિક રોકાણ સંમેલનમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે ‘પીએમ મોદીની સરકાર દ્વારા ઓગસ્ટ બાદથી કરાયેલ સુધારાનુ પરિણામ આવનારા અમુક ત્રિમાસિક ગાળામાં જોવા મળશે. અંબાણીએ કહ્યુ, હા, ભારતીય અર્થવ્યવસ્થામાં હળવી સુસ્તી રહી છે પરંતુ મારો વિચાર છે કે આ અસ્થાઈ છે.' રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યુ કે છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન જે પણ સુધારાના ઉપાય કરવામાં આવ્યા છે તેનુ પરિણામ સામે આવશે.

સરકાર દ્વારા ઉઠાવાયેલ પગલાની આગામી ત્રિમાસિકમાં દેખાશે અસરઃ અંબાણી

સરકાર દ્વારા ઉઠાવાયેલ પગલાની આગામી ત્રિમાસિકમાં દેખાશે અસરઃ અંબાણી

અંબાણીએ કહ્યુ કે તેમને આશા છે કે આગામી અમુક ત્રિમાસિકમાં આ સ્થિતિ બદલાશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે ભારત અને સઉદી બંને દેશો પાસે આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે પ્રોદ્યોગિકી, યુવા વસ્તી અને નેતૃત્વ બધુ જ છે. ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથ રેટમાં છેલ્લા પાંચ ત્રઇમાસિક ગાળામાં ઘટાડો દેખાઈ રહ્યો છે અને એપ્રિલ-જૂન 2019ના ત્રિમાસિકમાં તે ઘટીને 5 પર આવી ગયુ. એક વર્ષ પહેલા, જીડીપી 8 ટકાની ઉંચાઈ પર હતુ. વર્ષ 2013 બાદ તે સૌથી ઓછો વૃદ્ધિ દર છે.

આ પણ વાંચોઃ સરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયતઆ પણ વાંચોઃ સરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયત

વિપક્ષ આર્થિક નીતિઓની કરી રહ્યો છે ટીકા

વિપક્ષ આર્થિક નીતિઓની કરી રહ્યો છે ટીકા

આના માટે રોકાણમાં આવેલી સુસ્તી અને ખપત તેમજ ઉપભોગમાં આવેલા ઘટાડાને કારણ બતાવવામાં આવી રહ્યુ છે. બીજી તરફ સરકારે સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અમુક ઉપાય કર્યા છે. એનબીએફસીમાં રોકડની સ્થિતિને સરળ બનાવવાના ઉપાય કરવામાં આવ્યા છે. સાર્વજનિક ક્ષેત્રોમાં બેંકોમાં નવી મૂડી નાખવામાં આવી છે અને કંપનીઓ માટે ટેક્સ રેટમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વળી, અર્થવ્યવસ્થામાં સુસ્તી માટે વિપક્ષ સતત દી સરકારની આર્થિક નીતિ પર સવાલ ઉઠાવી રહ્યો છે.

English summary
Mukesh ambani says economic slowdown in india temporary, measures taken will help reverse the trend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X