For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માંથી પૈસા નીકળ્યા નહીં તો બેંક તમને દરરોજ 100 રૂપિયા આપશે, જાણો નિયમ

એટીએમથી ટ્રાન્જેક્શન દરમિયાન તકનીકી ખામીઓને લીધે ઘણીવાર, એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

|
Google Oneindia Gujarati News

આજે મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને પૈસાનું ટ્રાન્જેક્શન કરે છે. એટીએમથી ટ્રાન્જેક્શન દરમિયાન તકનીકી ખામીઓને લીધે ઘણીવાર, એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત મશીનમાંથી પૈસા નીકળતા નથી પરંતુ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં, તમે બેંકના ધક્કા ખાતા રહો છો અને તમારા પૈસા ઉપાડવામાં માટે મહિના લાગી જાય છે. તમને જણાવી દઈએ કે જો તમે આવી પરિસ્થિતિમાં ફસાવ તો બેંકને ગ્રાહકને વળતર ચૂકવવું પડે છે.

આ પણ વાંચો: SBI ના ગ્રાહકોને મળી ડબલ ભેટ, લોન લેનારાઓ માટે સારા સમાચાર

બેંક તમને દરરોજ 100 રૂપિયા આપશે

બેંક તમને દરરોજ 100 રૂપિયા આપશે

ઘણી વખત મશીનમાંથી પૈસા નીકળતા નથી પરંતુ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે, આવી પરિસ્થિતિમાં બેંક સંબંધિત આ નિયમો તમને મદદ કરશે. બેંકથી સંબંધિત નિયમ તમને બેંકમાંથી વળતર લેવા માટે હકદાર બનાવે છે. આ નિયમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યા છે, જેને દરેક બેંકએ માનવો પડશે. આરબીઆઇએ આ બાબતમાં એક નિયમ બનાવ્યો છે, તે નિયમ અનુસાર જેટલા દિવસમાં તમારા પૈસા પાછા આવશે તેટલા દિવસના હિસાબથી બેંક તમને દૈનિક વળતર તરીકે 100 રૂપિયા વધારાના આપશે.

આરબીઆઇનો નિયમ શું છે

આરબીઆઇનો નિયમ શું છે

ભારતીય રિઝર્વ બેન્કના નિયમ મુજબ જો એટીએમ ટ્રાન્જેક્શનમાં ભૂલ મળી તો બેંકએ ગ્રાહકોને વળતર આપવું પડશે. આ વળતર મેળવવા માટે તમારે એટીએમ ટ્રાન્જેક્શન સંબંધિત ફરિયાદ તમારી બેંકને કરવી પડશે. ભલે તમે તમારા બેંકના એટીએમ અથવા બીજા બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કર્યું હોય, પરંતુ તમારે ટ્રાંઝેક્શનમાં થયેલી ગડબડી વિશે ફરિયાદ કરવી પડશે. તમારી ફરિયાદ પછી તમે બેંક પાસેથી તમારા પૈસા માંગી શકો છો. રિફંડ મેળવવામાં થઇ રહેલા વિલંબના કારણે બેન્ક તમને વળતર પણ આપશે. ગ્રાહકોના હક માટે, આરબીઆઇએ મે 2011 માં સૂચનો જારી કાર્ય હતા, જે અનુસાર આવી ફરિયાદ મળવા પર 7 વર્કિંગ દિવસની અંદર બેંકે ગ્રાહકને તેમના ખાતામાં પૈસા પાછા આપવા પડશે. જો બેંક આવું કરવા માટે સમર્થ રહી તો દરેક દિવસના હિસાબે બેંકે દરરોજ 100 રૂપિયા વળતર આપવું પડશે.

શું કરવું અને શું છે સ્ટેપ

શું કરવું અને શું છે સ્ટેપ

બેંક તરફથી વળતર મેળવવા માટે, તમારે એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા પછી 30 દિવસની અંદર ફરિયાદ દાખલ કરવી પડશે. તમારે ટ્રાન્ઝેક્શનની સ્લિપ અથવા તમારા એકાઉન્ટના સ્ટેટમેન્ટ આપીને ફરિયાદ ફાઇલ કરવી પડશે. બેન્કને તમારા એટીએમ કાર્ડની વિગતો આપવાની રહેશે. જો કેસ સાચો સાબિત થયો તો બેંક 7 દિવસની અંદર તમારા ખાતામાં તમારા પૈસા પાછા આપશે. જો આમ ન થાય તો તમારે એનેક્ષર-5 ફોર્મ ભરવું પડશે. પછી બેંક પર પેનલ્ટીના દિવસો ગણાવવા લાગશે.

English summary
Banks liable to pay Rs 100 per day as penalty for delay in reimbursement for failed ATM transactions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X