For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIથી લઈને LPG ગેસ સુધી 1 નવેમ્બરથી બદલાશે નિયમ, ખિસ્સા પર પડશે સીધી અસર

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઘણા નવા નિયમ પણ લાગુ થઈ જશે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવેમ્બર મહિનાની શરૂઆતને થોડોક જ સમય બચ્યો છે. નવા મહિનાની શરૂઆત સાથે જ ઘણા નવા નિયમ પણ લાગુ થઈ જશે. 1 નવેમ્બર, 2020ના રોજ તમારી આસપાસ ઘણી વસ્તુઓ બદલાઈ જશે. અમે તમને 1 નવેમ્બરથી થનારા ફેરફાર વિશે માહિતી આપી રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા પર પડવાની છે. 1 નવેમ્બરથી દેશમાં ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ જશે. વળી, નંબર પ્લેટ પણ ફેરફાર લાગુ થઈ જશે. આ ઉપરાંત એસબીઆઈના ખાતાધારકોને 1 નવેમ્બરથી ઝટકો લાગશે કારણકે ડિજિટલ પેમેન્ટના નિયમ પણ બદલાઈ જશે.

ગેસ સિલિન્ડરના નિયમમાં ફેરફાર

ગેસ સિલિન્ડરના નિયમમાં ફેરફાર

1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ જશે. મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. માટે 1 નવેમ્બરે એક વાર ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. વળી, 1 તારીખથી ગેસ સિલિન્ડરની હોમ ડિલીવરીમાં પણ ફેરફાર થવાનો છે. ઓટીપી વિના તમને સિલિન્ડરની ડિલીવરી નહિ મળે. ગેસ એજન્સીઓએ ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકની ઓળખ માટે એલપીજી સિલિન્ડરની ડિલીવરીની નવી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવી સિસ્ટમને DAC નામ આપવામાં આવી રહ્યુ છે એટલે કે ડિલીવરી ઑથેન્ટિકેશન કોડ. જેમાં ઓટીપી વિના ગ્રાહકોને સિલિન્ડર આપવામાં આવશે નહિ.

SBI ખાતાધારકોને ઝટકો

SBI ખાતાધારકોને ઝટકો

1 નવેમ્બરથી ભારતીય સ્ટેટ બેંક(SBI) પણ પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 નવેમ્બરથી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પોતાના બચત ખાતાઓ પર અપાતા વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે. એસબીઆઈએ 1 નવેમ્બરથી સેવિંગ્ઝ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કરવાનુ એલાન કર્યુ છે. 1 નવેમ્બરથી જે સેવિંગ્ઝ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની રકમ જમા છે તેના પર વ્યાજનો દર 3.25 ટકા જ મળશે.

ડિજિટલ પેમેન્ટના નિયમો બદલાશે

ડિજિટલ પેમેન્ટના નિયમો બદલાશે

1 નવેમ્બરથી ડિજિટલ પેમેન્ટના નિયમ પણ બદલાશે. નવા નિયમ હેઠળ 50 કરોડ રૂપિયા કે તેનાથી વધુ ટર્ન ઓવરવાળા બિઝનેસમેન માટે ડિજિટલ પેમેન્ટ લેવુ અનિવાર્ય થઈ જશે. વળી, ડિજિટલ પેમેન્ટ માટે ગ્રાહકો પાસેથી હવે કોઈ પણ ફી વસૂલવામાં નહિ આવે. વળી, 1 નવેમ્બરથી અનલૉક 6ની નવી ગાઈડલાઈન્સ લાગુ થઈ જશે. ગૃહ મંત્રાલયે અનલૉક 5ની ગાઈડલાઈન્સને જ આગળ વધારવાના નિર્દેશ જારી કર્યા છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટનુ રજિસ્ટ્રેશન 1 નવેમ્બરથી શરૂ થઈ જશે. વળી, ગોવામાં 1 તારીખે કસીનો ખોલી દેવામાં આવશે.

દોસ્તી, લવ મેરેજ અને હત્યા, જાણો પતિની હેવાનિયતની કહાનીદોસ્તી, લવ મેરેજ અને હત્યા, જાણો પતિની હેવાનિયતની કહાની

English summary
Must Read: Rules changes from 1st November 2020 for LPG Price to Gas Cylinder Home Delivery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X