For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

42 કરોડ SBI ખાતાધારકો ધ્યાન આપો! તમારી પાસે જરૂર રાખો આ બે ફોન નંબર

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 42 કરોડ ખાતાધારકો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે આ સમાચાર તમારા ખાતા સાથે સંકળાયેલા છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 42 કરોડ ખાતાધારકો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે આ સમાચાર તમારા ખાતા સાથે સંકળાયેલા છે. એ ખાતું જ્યાં તમે તમારી બચતને સુરક્ષિત રાખો છો. SBI સે સોશ્યિલ મીડિયા દ્વારા તેમના ખાતાધારકોને અપીલ કરી છે કે તેઓ હંમેશા પોતાની પાસે બે નંબરોને જરૂર રાખે. તે બે નંબરો ની મદદથી તેઓ મુશ્કેલીના સમયે બેન્ક પાસેથી મદદ મેળવી શકશે.

આ પણ વાંચો: ALERT: ચિપ વાળું નવું ATM કાર્ડ સલામત નથી, SBI એકાઉન્ટ ધારકોને ઇમેઇલ મોકલી રહી છે

SBI ખાતાધારકો માટે મહત્વપૂર્ણ જાણકારી

SBI ખાતાધારકો માટે મહત્વપૂર્ણ જાણકારી

SBIએ તેના ખાતાધારકોને ફ્રોડથી બચવાની સલાહ આપી છે. ઑનલાઇન ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, બેન્કે તેમના ખાતાધારકોને કોઈપણ રીતની છેતરપિંડી અથવા ફ્રોડ દરમિયાન પોતાને કઈ રીતે સુરક્ષિત રાખવા તેની સલાહ આપી છે. કોઈપણ પ્રકારના ફ્રોડના કિસ્સામાં,બેન્કને તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે. એસબીઆઇ (સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા) એ બે મોબાઈલ નંબર્સ જારી કર્યા છે, જેના પર ફોન કરી તમે તાત્કાલિક બેન્કને તમારી સાથે થયેલ ફ્રોડની જાણકારી આપી શકો છો.

આ બે નંબરો સેવ કરી લો

આ બે નંબરો સેવ કરી લો

જો તમે એસબીઆઇ એકાઉન્ટ ધારક છો, તો આ બંને નંબરોને આજે જ તમારા મોબાઇલમાં સેવ કરી લો. એસબીઆઇએ ટ્વિટર એકાઉન્ટ પરની તેની માહિતીમાં જણાવ્યું છે કે જો તમે કોઈપણ અનધિકૃત ઇલેક્ટ્રોનિક ટ્રાંઝેક્શનનો ભોગ બન્યા છો, તો તરત જ આ ટોલ ફ્રી નંબરો પર સૂચિત કરો. એસબીઆઈએ બે ટોલ ફ્રી નંબર 1-800-425-3800 / 1-800-11-2211 જારી કર્યા છે.

બેન્કને 3 દિવસની અંદર માહિતી આપો

બેન્કને 3 દિવસની અંદર માહિતી આપો

ભારતીય રિઝર્વ બેન્કએ તાજેતરમાં એક પરિપત્ર જારી કરી લોકોને સલાહ આપી છે કે જો તમારા બેન્ક એકાઉન્ટ સાથે કોઈ ફ્રોડ થાય તો તે એકાઉન્ટ ધારકોની જવાબદારી છે કે તે સમય પર બેન્કને તેની જાણ કરે. આરબીઆઇ અનુસાર, જો તમે તે સમય પર બેન્કને તેની માહિતી આપો છો, તો તમે નુકસાનને ટાળી શકો છો. પરિપત્ર મુજબ, તમારે બેન્કને ત્રણ દિવસની અંદર જાણ કરવાની રહેશે. જો તમારા બેન્ક ખાતામાંથી કોઈ અનધિકૃત ટ્રાન્ઝેક્શન અથવા ફ્રોડ થયો હોય તો તમારે ત્રણ દિવસની અંદર બેન્કને માહિતી આપવી પડશે. જો તમે આ કરો છો તો આ કિસ્સામાં તમારી જવાબદારી શૂન્ય હશે. આરબીઆઇના જણાવ્યા મુજબ, જો તમારી ભૂલના કારણે અનધિકૃત ટ્રાન્ઝેક્શન અથવા ફ્રોડ થયું નથી, તો બેંક તમારા નુકસાન માટે તમને સંપૂર્ણપણે વળતર આપશે. જોકે તેના માટે સીમા નિર્ધારિત છે. જેમકે સામાન્ય બચત ખાતા માટેના અનધિકૃત વ્યવહારોના કિસ્સામાં, તમારી જવાબદારી રૂ. 10,000 સુધી હશે.

English summary
SBI account holder must have these two mobile number otherwise you will financial crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X