For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mutual Fund SIP : મ્યુચ્યુઅલ ફંડ 650 માં કરો રોકાણ, મેચ્યોરિટી પર મળશે 45.6 લાખ

Mutual Fund SIP : સ્પેસએક્સના ફાઉન્ડર એલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદ્યા બાદ જેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા 8 ડોલર એટલે કે 650 રૂપિયા બ્લુ ટીકના ચાર્જની થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

Mutual Fund SIP : સ્પેસએક્સના ફાઉન્ડર એલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદ્યા બાદ જેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા 8 ડોલર એટલે કે 650 રૂપિયા બ્લુ ટીકના ચાર્જની થઇ રહી છે. આવા સમયે અમે તમને એ ચાર્જનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવાથી તમને તેની પાકતી મુદ્દતે 45.6 લાખ મળી શકે છે એ વિશે જણાવશું.

Mutual Fund SIP

આજના યુગમાં જ્યારે મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં તમે જે પૈસા બ્લુ ટીક બેજ ખરીદવા માટે લગાવાના છો, તેના બદલે સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આવા સમયે આજે અમે તમને એક ખૂબ જ ખાસ મ્યુચ્યુઅલ ફંડ SIP પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે 650 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને પાકતી મુદતના સમયે 45.6 લાખ રૂપિયાનું ફંડ એકત્રિત કરી શકો છો.

આ માટે તમારે પહેલા કોઈ સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી પડશે. જે બાદ તમારે પુરા 30 વર્ષ સુધી દર મહિને 650 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

તમારે રોકાણના સમયગાળા દરમિયાન તમારા રોકાણ પર દર વર્ષે અંદાજિત 15 ટકા વળતરની અપેક્ષા રાખવાની પણ જરૂર છે. જો બજારની વર્તણૂક તમને અનુકૂળ હોય અને તમને તમારા રોકાણ પર દર વર્ષે અંદાજે 15 ટકા વળતર મળે છે. તો આવી સ્થિતિમાં તમે 30 વર્ષ બાદ પાકતી મુદ્દતના સમયે 45.6 લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી શકો છો.

મેચ્યોરિટી સમયે મળેલા આ નાણાંનો ઉપયોગ તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કરી શકો છો. આ ઉપરાંત તમે આ પૈસાથી તમારા અન્ય મહત્વપૂર્ણ હેતુઓ પૂર્ણ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજાર જોખમને આધિન છે, પરંતુ ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણમાં ઓછું જોખમ રહેલું છે. આવા કિસ્સામાં તમે SIP દ્વારા રોકાણ કરી શકો છો.

જો તમારે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો તેના માટે તમારે મોટી રકમની જરૂર નથી. SIP ની આવી ઘણી યોજનાઓમાં, તમે 100 રૂપિયા જેટલું ઓછું રોકાણ કરીને પણ શરૂ કરી શકો છો. જેની મદદથી તમે સરળતાથી રોકાણ પરના જોખમ અને તેના પરના આવતા વળતરનું મૂલ્યાંકન કરી શકો છો.

SIP દ્વારા રોકાણ કરતી વખતે નિયમિત બચત અને રોકાણ એક આદત બની જાય છે. જેમાં તમારે એક નિશ્ચિત તારીખે એક નિશ્ચિત રકમ જમા કરવાની રહેશે. તમે તેના માટે અગાઉથી તૈયાર કરો છો, જેથી તે તમારી આદત બનતી જાય છે.

English summary
Mutual Fund SIP : invest 650 in mutual fund, get 45.6 lakh on maturity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X