For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી બેન્કોના 10 લાખ કર્મચારીઓ આજે હડતાળ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દેશભરમાં બેન્કોમાં બુધવારે કામકાજ ઠપ રહેશે. સરકારી બેન્કોના કર્મચારીઓએ 18 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. સરકારી બેન્કોના કર્મચારીઓ દ્વારા આ હડતાળ પગાર વધારા તથા અન્ય માંગોના સમર્થનમાં કરી રહ્યા છે.

બેન્ક કર્મચારીઓ અને આઇબીએ (ઇન્ડિયન બેન્ક્સ્ એસોસિએશન)ની વચ્ચે થયેલી વાતચીતથી કોઇ ઉપાય નીકળ્યો ન્હોતો. ચીફ લેબર કમિશ્નરે બંને પક્ષોની વચ્ચે મધ્યસ્થતાની કોશી કરી હતી. આ જાણકારી યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના કન્વીનર વેંકટાચલમે આપી હતી.

bank
બેન્કે પોતાના ગ્રાહકોને આ વાતની સૂચના આપી દીધી છે. તેમણે જણાવ્યું કે કેટલાક કર્મચારીઓના હડતાળ પર જવાથી બેન્કોમાં કામકાજ પ્રભાવિત થઇ શકે છે. તેમજ સરકારી બેન્કોને નુકસાન પહોંચી શકે.

કહેવામાં આવે છે કે બેન્કોએ પોતાના કર્મચારીઓને 5 ટકાના વધારાની ઓફર કરી હતી જે તેમને મંજૂર ન્હોતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 27 જેટલી સરકારી બેન્કો છે અને તેની જુદી જુદી શાખાઓમાં 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળ પર છે. એક દિવસ આ બેન્કો બંધ રહેવાથી દેશની આર્થિક ગતિવિધિને ફટકો પડશે.

English summary
One million bank employees across the country would go on strike on Wednesday, demanding early wage revision and a halt on banking reforms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X