નિફ્ટી પહેલી વાર 10,300ની પાર, સેંસેક્સે પણ બનાવ્યો રેકોર્ડ

Written By:
Subscribe to Oneindia News

સેંસેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે નવી ઉંચાઇઓ સર કરી હતી. સેંસેક્સ 105 અંકનો કુદકો મારી 33,151.26 સુધી પહોંચતા નવો રેકોર્ડ બન્યો છે, તો સાથે જ નિફ્ટી પણ પહેલી વાર 10,300 પાર કરતાં 10,356 પર પહોંચ્યો હતો. આ અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ આંકડો છે. દિવસનો વેપાર પૂરો થતા સુધીમાં નિફ્ટી 48 અંકની છલાંગ સાથે 10,343.80 અંક પર બંધ થયો હતો. બુધવારથી જ સ્ટોક માર્કેટમાં તેજી છે. બુધવારે સેંસેક્સ 33,117.33 અંક પર પહોંચ્યો હતો, જે એક રેકોર્ડ હતો. પરંતુ ગુરૂવારે સેંસેક્સએ બુધવારે બનાવેલ રેકોર્ડ તોડતાં 33,196નો નવો આંકડો સર કર્યો છે. સાથે જ નિફ્ટીએ પણ બુધવારના પોતાના રેકોર્ડ સ્તર 10,340ને તોડતાં 10,356ની નવી ઉંચાઇ સર કરી છે.

Nifty

વેપાર દરમિયાન નાના અને મધ્યમ શેર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી. આને કારણે સેંસેક્સના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.57 ટકા તેજી જોવા મળી અને તે 17,257 પર બંધ થયો. મિડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તે પણ 0.50 ટકા તેજી સાથે 16,331 અંક પર બંધ થયો. મિડકેપમાં સૌથી વધારે અદાણી પાવર, યુનિયન બેંક, બજાજ હોલ્ડિંગ અને ટીવીએસના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

English summary
Nifty Hits New High, Crosses 10,350, Sensex hit an all-time high of 33,151.
Please Wait while comments are loading...