For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિફ્ટી 2015માં 9600ના સ્તરે પહોંચી શકે, કયા શેરોમાં હશે જાહોજલાલી?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 નવેમ્બર : છેલ્લા કેટલાક સમયમાં ભારતીય શેરબજારમાં તેજીની ગતિ છે. શેરબજારમાં મોટા ભાગના શેર્સમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે મોટા એફઆઈએસ અને 9500-10000ની આસપાસ નિફ્ટી આવતા વર્ષમાં પહોંચી શકે એવી ધારણા બાંધવામાં આવી છે. જેના કારણે માર્કેટ 15થી 20%નું રિટર્ન આપશે એમ લાગી રહ્યું છે

સેન્સેક્સ અને નિફ્ટી લગાતાર ઊંચાઈએ નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે. એક્સપર્ટ્સ પણ માની રહ્યા છે કે બજારની આ તેજી થંભવાની નથી. અગ્રણી એફઆઈઆઈ બ્રોકરેજ હાઉસ તેજીને લઈને ધણાં બુલિશ જોવામાં આવી રહ્યા છે.

personal-finance-investment-5

આગામી વર્ષ 2015માં ભારતીય બજારો પર તેજીનો તરખાટ અકબંધ રહેશે એમ માનવામાં આવી રહ્યું છે. એક્સપર્ટ્સના મત મુજબ વર્ષ 2015 ના અંત સુધી નિફ્ટીમાં 9600 ના સ્તર સંભવ છે. જ્યાં નાણાકીય વર્ષ 2015 માં જીડીપી ગ્રોથ 5.5% અને નાણાકીય વર્ષ 2016માં જીડીપી ગ્રોથ 5.8% રહેવાનુ અનુમાન છે.

એક્સપર્ટ્સનો બેન્ક, ઑયલ એન્ડ ગેસ, પાવર, ટેલીકૉમ અને મીડિયા સેક્ટર પર ઓવરરેટ નઝરિયો છે. પરંતુ 2-વ્હીલર અને એફએમસીજી સેક્ટર પર અંડરવેટ છે, તો 4-વ્હીલર અને સિમેન્ટ સેક્ટર પર ન્યૂટ્રલ નઝરિયો છે.

હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પર ઘણા બુલિશ છીએ. ગોલ્ડ લોનમાં સાવચેતી રાખવી જરૂરી છે. યૂએસએફડીએના રડારમાં રહેતી ફાર્મા કંપનીથી દૂર રહેવું જોઈએ, બાકી આઉટલુક ઘણો સારો છે. ઈનફ્રા કંપનીઓમાં વૃદ્ધિ માટે હજી બેથી ત્રણ મહિનાની રાહ જોવી જોઇએ.

એક્સપર્ટ્સના ટૉપ પિક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ, એમસીએક્સ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ જેવા શેર શામેલ છે. એશિયન પેન્ટ્સ, ભારતી એરટેલ અને એચડીએફસી બેન્કને પણ ટૉપ પિક્સમાં શામેલ કર્યા છે. એચયૂએલ, સિપ્લા, હીરો મોટો, ઈન્ફોસિસ, જુબિલેન્ટ ફૂડ્સ અને યૂનાઈટેડ સ્પિરિટ્સ જેવા શેરોથી દૂર રહેવાની સલાહ આપી છે.

English summary
Nifty may cross 9600 level in next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X