For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેન કાર્ડધારકો માટે રાહતના સમાચાર, આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવાઈ

દેશના 17.58 કરોડ પેન કાર્ડધારકોને કેન્દ્ર સરકારે મંગળવારે મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

દેશના 17.58 કરોડ પેન કાર્ડધારકોને કેન્દ્ર સરકારે મંગળવારે મોટી રાહત આપી છે. સરકારે પેનને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ એક વાર ફરીથી લંબાવી દીધી છે. મંગળવારે જારી નાણામંત્રી નિર્મલા સીતારમણના નિર્દેશ મુજબ જે લોકોએ હજુ સુધી પોતાના પેનને આધાર કાર્ડ સાથે લિંક નહોતા કરાવ્યા તે હવે 30 જૂન, 2020 સુધી આ કામ કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે પેનથી આધારને લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે હવે લંબાવીને 30 જૂન કરી દેવામાં આવી છે.

adhar card

17.58 કરોડ પેન કાર્ડધારકોને મોટી રાહત આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ કે આધાર કાર્ડ સાથે પેન કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ હવે 30 જૂ, 2020 કરી દેવામાં આવી છે. નાણામંત્રીએ આનુ એલાન વીડિયોકૉન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં કર્યુ છે. આ દરમિયાન નિર્મલા સીતારમણે દેશની ઈકોનૉમી સાથે જોડાયેલા મોટા એલાન કર્યા. તેમણે કહ્યુ કે નાણાંકીય વર્ષ 2018-19 માટે જે લકો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરાવી શક્યા તે લોકો 30 જૂન 2020 સુધી ઈનકમ ટેક્સ રિટર્ન કરાવી શકે છે.

વળી માર્ચ, એપ્રિલ અને મે 2020ના જીએસટી રિટર્ન અને કંપોઝીશન રિટર્નની છેલ્લી તારીખને લંબાવીને 30 જૂન કરી દેવામાં આવી છે. આગલા બે ત્રિમાસિક સુધી અનિવાર્ય બોર્ડ મીટિંગ કરવા માટે 60 દિવસો સુધી છૂટ આપવામાં આવી. પોતાના નિવેદનમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવાની તારીખ લંબાવીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. વિવાદથી વિશ્વાસ યોજનાને વધારીને 30 જૂન 2020 કરી દેવામાં આવી છે અને આના પર 10 ટકાનો કોઈ વધારાનો ચાર્જ નથી.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ કન્સ્ટ્રક્શન મજૂરોના ખાતામાં પૈસા મોકલવાનો સરકારે આપ્યો આદેશઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ કન્સ્ટ્રક્શન મજૂરોના ખાતામાં પૈસા મોકલવાનો સરકારે આપ્યો આદેશ

English summary
nirmala sitharaman Aadhar-PAN linking date Postponed to June 30th
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X